Jai Hind

ધોરાજીના મોટી મારડ નજીક ભાદરની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ

ખેતરોમાં પાણી ભરાતા ખેડુતોને પડયા પર પાટુ

ધોરાજી તાલુકાના મોટીમારડની નીલકંઠ વિસ્તાર સામે આવેલ ભાદર ડેમની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું અને આ પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું ત્યારે આજુબાજુમાં આવેલ બે ખેડૂતો ના એક ખેડૂત 10 વીઘા નું વાવેતર એરંડાનું અને બાજુમાં બીજું ખેતર 12 વીઘા નું એરંડાનું વાવેતર કરેલ હોય અને માવઠાને લઈ ખેડૂતોના આ વાવેતર ને ભારે નુકસાન થયેલ પણ બચેલો પાક વ્યવસ્થિત રહે તે માટે ખેડૂતોએ એરંડાના પાકમાં ખાતર નો છટકાવ કરવામાં આવેલ અને આગામી દિવસોમાં એરંડાના પાક માં સારી ઉપજ થાય તે માટે હજારો રૂપિયાની મહેનત અને ખાતર નાખવામાં આવેલ પણ ખેડૂતોના ખેતર પાસે ઇરીગેશનની પાણીની લાઈન તૂટવાથી લાખો લીટર પાણી ખેડૂતોના ખેતરમાં આવી જવાથી ખેડૂતોના પડતાં ઉપર પાટુ લાગ્યું હોય તેમ એરંડાનો પાક ઢળી ગયો હતો અને ખાતર પાણીમાં વહી ગયું હતું જેને લઇ બંને ખેડૂતોના ખેતરમાં એરંડાના પાકને ભારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને આ પાકને જે નુકસાન થયું છે તેનું જવાબદાર તંત્ર વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો ની માંગણી રહી હતી.