ઘણા સમયથી તુટેલું ઢાંકણું નાના ભુલકાઓના કે રાહદારીઓના હાથ-પગ ભાંગે તેવી સ્થિતિ
જાફરાબાદની સરકારી પ્રાથમિક સાગર શાળા ની મેન ગેટ પાસે ભૂગર્ભ ગટર નું ઢાંકણું કે જે વિધાર્થીઓ ના હાથ પગ ભાગે તેવી સ્થિતિ માં હોય પરંતુ જવાબદાર લોકો ના ધ્યાન ઉપર ક્યારે આવશે અહીં થી હજારો ની સંખ્યા વહેલી સવારે નાગરિકો ની આજ રોડ ઉપર થી પસાર થતા હોય છે. તેજ રસ્તા પર ભૂગર્ભ ગટર નું ઢાંકણું સાવ જર્જરિત અને તુટેલી હાલતમાં હોય તેની સાવ નજીક જ સ્કુલ ના ગેટ પાસે હોય અને બાળકો મોટીસંખ્યામાં દોડાદોડી કરતા હોય ન કરે નારાયણ ને આ ભૂગર્ભ ગટર નું ઢાંકણું કોઇ દુર્ઘટના સર્જાઈ તો જવાબદારી કોની..?? આ ભૂગર્ભ ગટર નું ઢાંકણા ના લોખંડના સળિયા પર દેખાતા હોય તે ઢાંકણા માં કોઈ વિધાર્થી કે કોઈ રાહદારીઓ નો પગ ખુશી જાય તો ફેક્ચર તથા અન્ય ઇજાઓ થઇ શકે તેવી હાલત માં હોય પરંતુ નિંદ્રાધીન પાલિકા ધ્યાન ઉપર ક્યારે આવશે..? કે પછી કોઈ બાળકોનો કે વિધાર્થીઓ નો કે રાહદારીઓ નો ભોગ લેવાશે ત્યારે ધ્યાન ઉપર લેવામાં આવશે..?? અહીં સ્કુલ ના મેન ગેટ પાસે હોય સાંજના સમયે બાળકો સ્કૂલમાંથી છુટતા દોડાદોડી કરતા જતા હોય પરંતુ આ ભૂગર્ભ ગટર નું ઢાંકણું કોઇ વિધાર્થીઓ નો ભોગ લે તે પહેલા અને નાગરિકો ની સલામતી માટે પાલિકા તાત્કાલિક ધોરણે આ દેખાતું ઝળુબતુ મોત સમાન ભૂગર્ભ ગટર નું ઢાંકણું હટાવવાની કામગીરી કરવામાં આવશે કે પછી હોતા હૈ ચાલતા હૈં તેવું અપનાવવામાં આવશે..?? આ ભૂગર્ભ ગટર ની સાવ નજીક અને સ્કુલ ગેટ ની સાવ નજીક લોખંડના સળિયા કોઈ વ્યક્તિ દ્વારા ખડકાયેલા હોય સ્કુલ ના રમતગમત કરતા ભુલકાઓ દોડાદોડ કરતા આ કાળરૂપી લોખંડના સળિયા કોઈ વિધાર્થીઓ નો ભોગ લેવાશે તો જવાબદારી કોની..?? ભય રૂપી સ્કુલ ની આસપાસ ખડકાયેલા લોખંડના સળિયા તેમજ મોત સમાન ભૂગર્ભ ગટર નું ઢાંકણું નિંદ્રામાં સુતેલું તંત્ર ધ્યાન ઉપર લઇ તાત્કાલિક ધોરણે દુર કરવા ની તસ્દી હાથ ધરવામાં આવશે કે પછી અપના કામ બનતા તો ભાડમે જાય જનતા તેવું અપનાવવામાં આવશે..?? કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે વિધાર્થીઓ ના વાલીઓ તથા રાહદારીઓ માંથી માંગ ઉઠી છે.