રાજકીય, ઉદ્યોગીક માંધાતાઓ અને વીવીઆઇપી મુમેન્ટના કારણે 50થી વધારે ચાર્ટર્ડ પ્લેન ટેકઓફ થશે
રાજકોટમા આગામી તા. 11 જાન્યુઆરીથી શરૂ થનાર રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટમા ભારત ઉપરાંત અન્ય 40 દેશનાં ડેલિગેટસ, ઉદ્યોગ માંધાતાઓ અને રાજદો હાજર રહેનાર છે ત્યારે રાજકોટની ભાગોળે હિરાસર એરપોર્ટ ઉપર તા. 11 અને તા. 12 જાન્યુઆરી દરમિયાન બે દિવસ વિમાનોનો ટ્રાફિક જામ રહે તેવી સ્થિતિ સર્જાય તેમ છે આ બે દિવસ દરમિયાન રાજકોટથી દેશનાં અન્ય શહેરોમા આવન-જાવન કરતી વિવિધ એરલાઇન કંપનીઓની 12 ફલાઇટ ઉપરાંત 50 જેટલી ચાર્ટડ ફલાઇટ પણ ઉતરાણ કરનાર છે.સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હિરાસર એરપોર્ટ ઉપર તા.11 અને તા. 12 દરમિયાન કુલ 50 ખાનગી વિમાનોનાં લેન્ડિંગ-ડિપાર્ચર માટે મંજુરી માંગવામા આવી છે આ પરાંત એક ડઝન જેટલા હેલિકોપ્ટરની પણ સતત મુવમેન્ટ રહેનાર છે.
એરપોર્ટનાં સુત્રોનાં કહેવા મુજબ હિરાર એરપોર્ટ ઉપર તા. 10 જાન્યુઆરીથી જ વી.વી.આઇ.પી. મુવમેન્ટ શરૂ થઇ જનાર છે વડાપ્રધાન મોદી તા. 10 મીએ બપોર બાદ હિરાસરમા લેન્ડિંગ કરશે ત્યારબાદ પી.એમ. નુ એર ઇન્ડિયા-વન વિમાન તા. 11 મીએ મોડી સાંજ સુધી હિરાસર એરપોર્ટ ઉપર જ રહેશે જયારે વડાપ્રધાન અને સુરક્ષા કાફલો હેલિકોપ્ટર મારફત રાજકોટ-સોમનાથ વચ્ચે અવર જવર કરશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનુ વિમાન અને વડાપ્રધાનનાં સિકયોરિટી સ્ટાફનાં વિમાન-હેલ્કિોપ્ટરોનાં કાફલાનો બેઝ પણ હિરાસર એરપોર્ટ ઉપર જ રહેશે.
જયારે તા. 11 મીએ બપોર બાદ રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનાં ઉદઘાટનનાં દિવસે સવારથી દેશ-વિદેશનાં ઉદ્યોગ માંધાતાઓ, ડેલિગેટસ તેમજ રાજદ્વારીઓ પણ રાજકોટ આવનાર હોય, તા. 11 અને 12 જાન્યુઆરીનાં રોજ 50 થી વધુ ચાર્ટર્ડ ફલાઇટનાં લેન્ડિંગ ડિપાર્ચરની મંજુરીઓ માંગવામા આવી છે. આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશેષ સ્ટાફ સહિતની વ્યવ્સથા પણ કરવામા આવી છે.