બરોડાના મહિલા તબીબને ઈજા, પરિવાર સાસણ જતો હતો
ઉના બાયપાસ પર એક માર્ગ અકસ્માતમાં બરોડાના એક તબીબ પરિવારની કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ ઘટનામાં કારમાં સવાર ગાયનેક તબીબ વર્ષાબેન પટેલને ઈજા પહોંચી હતી, જેમને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, બરોડા હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ચંદ્રકાંતભાઈ પટેલ અને તેમના પત્ની ગાયનેક તબીબ વર્ષાબેન પટેલ બરોડાથી સાસણ તરફ જઈ રહ્યા હતા. ઉના બાયપાસ પર અચાનક બમ્પ આવતા ચંદ્રકાંતભાઈએ કાર પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ડિવાઈડર પર ચડી ગઈ.અકસ્માતમાં વર્ષાબેન પટેલને ઈજા થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબે તેમને ભયમુક્ત જાહેર કર્યા છે.કારનાઆગળના ભાગને પણ નુકસાન થયું હતું. અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બાયપાસ રોડ પર કટ આવેલો હોવાથી અહીં વારંવાર અકસ્માતો સર્જાય છે. તેમણે તંત્રને તાકીદે બાયપાસ પરના કટ નજીકના બમ્પને દૂર કરવા વિનંતી કરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય.