પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવારમાં તેની ફરિયાદ પરથી ગુનો નોંધાયો
જેતપુરમાં મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી, સરકાર દ્રારા ઇશ્યુ કરવામાં આવેલ મોબાઇલ ફોરેન્સિક વાનના માધ્યમથી ગુનાની જીવણટ ભરી રીતે તપાસનો ઘમઘમાટ શરૂ કરતી જેતપુર સીટી પોલીસ ટીમ.
જેતપુર શહેરમાં ભોજાધાર વિસ્તારમાં રહેતા રીતુસિંગ વા/ઓફ અમિતશ્રી લક્ષ્મણ તિવારીએ પોતાની ફરીયાદ જાહેર કરેલ કે, આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલપ ફતેબાહદુરસિંહ જગતબાહદુરસિંહને ફરીયાદી રીતુસિંગ તથા તેના માતા ગોરકી ઉર્ફે રેખા સાથેનો સબંધ ગમતા ન હોય જે બાબતનો ખાર રાખીને ફરીયાદી રીતુસિંગના ધરે આરોપી રાકેશ સિંહ જઇ ફરીયાદી રીતુસિંગની માતા ગોરકી ઉર્ફે રેખા સાથે ઝગડો કરી ફરીયાદીના માતાને મારી નાખવાના ઇરાદે પેટ, સાથળ તથા પીંડીના ભાગે કાતરથી જીવલેણ ઘા મારી ફરીયાદીના માતા ગોરકી ઉર્ફે રેખાનું મોત નિપજાવી તેમજ ફરીયાદી રીતુસિંગને પેટના ભાગે કાતરનો એક ઘા મારતા જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.ન. 1121302226-0041/2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 118(2) તથા જી.પી.એકટ 135 મુજબનો ગુનો દાખલ થયેલ હતો.
જે મર્ડરના બનાવની ગંભીરતાને ધ્યાને લઇને રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર તથા નાયબ પોલીસ અધિક્ષક રોહીતસિંહ ડોડીયાનાઓએ મર્ડર કરનાર આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલપ ફતેબાહદુરસિંહ જગતબાહદુરસિંહને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હતી. જે અનુસંઘાને અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી ખાનગી હકિકત તથા ટેકનીકલ રીતે આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલપ ફતેબાહદુરસિંહ જગતબાહદુરસિંહને જેતપુર, ધોજાઘાર, હનુમાન મંદિર પાસેથી મર્ડરના ગુનામાં હથીયાર તરીકે ઉપયોગ કરેલ કાતર સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી સરકાર દ્રારા ઇશ્યુ કરવામાં આવેલ મોબાઇલ ફોરેન્સિક વાનના માધ્યમથી ફોરેન્સિક સાયન્સ ઓફિસર શ્રીપી.બી.નરવેની સુચના મુજબ ટેકનીકલ જીણવટ ભરી રીતે ગુનાની તપાસનો ઘમઘમાટ ચાલુ કરી મર્ડરના આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ઘરવામાં આવેલ છે. આરોપી રાકેશસીંહ ઉર્ફે દિલપ ફતેબાહદુરસિંહ જગતબાહદુરસિંહ, પટેલ, રહે. હાલ.ભોજાધાર, જેતપુર, જી.રાજકોટ. મળુ રહે.રેલ્વે સ્ટેશનની પાસે, નારાયણપુર, તા. ચુનાર, થાના-નારાયણપુર, જી.મીર્ઝાપુર, ઉતર પ્રદેશ વાળા પાસે હત્યામાં વપરાયેલ સ્ટીલની ચળકાટ ઘરાવતી ઘાતુની દુધીયા હાથા વાળી કાતર, કબજે કરી હતી. હત્યા શા માટે કરી તે અંગે પુછપરછ હાથ ધરાતા આ કામના આરોપીની મરણજનાર પત્ની ગોરકી ઉર્ફે રેખા તેની ઇજાપામનાર દિકરી રીતુસિંગ સાથેનો સબંધ ગમતો ના હોય જેનો ખાર રાખી આરોપીએ સ્ટીલની કાતર વડે ગોરકી ઉર્ફે રેખાને મારી નાખવાના ઇરાદે પેટ, સાથળ તથા પીંડીના ભાગે જીવલેણ ઘા કરી ઇજા કરી મર્ડર કરેલ છે. આ અંગેની કામગીરીમાં જેતપુર સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.ડી. પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.પી.મલ્હોત્રા એ.એસ.આઇ. ભાવેશભાઇ ચાવડા તથા મિલનસિંહ ડોડીયા તથા રવજીભાઇ હાપલિયા જોડાયા હતાં.