Jai Hind

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શૌર્ય સભામાં ઓપરેશન સિંદૂરની શૌર્યતાને કલાત્મક રીતે ઉજાગર કરતી દીકરી જ્યોતિ સોલંકી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અનન્ય ચાહક દીકરી કુ. જ્યોતિ સોલંકી સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય સભામાં પહોંચી હતી, તાલાલાના રાતીધાર ગામની આ દીકરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓપરેશન સિંદૂરની સફળતા દર્શાવતું કલાત્મક સ્કેચ બનાવી, આ શૌર્યસભામાં ઉત્સાહભેર પ્રદર્શિત કર્યું હતું. ધોરણ- 10માં અભ્યાસ કરતી જ્યોતિએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિ:સ્વાર્થ રીતે અને ભેદભાવ વગર રાષ્ટ્રની પ્રગતિ માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે, વડાપ્રધાનએ દેશને સુરક્ષિત રાખવા અને આંતકવાદથી બચાવવા માટે સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું, તેનાથી જ પ્રેરિત થઈને આ કલાત્મક સ્કેચ બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સ્કેચમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચિત્ર સાથે ભારતીય સેનાના શૌર્યરૂપ ’ઘઙઊછઅઝઈંઘગ જઈંગઉઘઘછ ’ કલાત્મક રીતે લખ્યું છે. સાથે જ તેની તારીખ પણ દર્શાવવામાં આવી છે. આ શૌર્યસભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઉર્જાસભર અને પ્રેરક સંબોધન નિહાળ્યું હતું.