માળીયાહાટીનાના પટેલ સમાજના 20 વર્ષના નવયુવાન ક્રેઇન્સ ભાવેશ ભાઈ ફુલેત્રા હૈદરાબાદમાં આઇપીએલ ક્રિકેટમાં સિલેક્ટ થયા પછી આજે પોતાના વતન માળિયા હાટીના માં પ્રથમ વખત આવતા ગામમાં અને પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે માળીયાહાટીના માં કડવા પાટીદાર પટેલ સમાજ દ્વારા ક્રેઇન્સ ભાવેશભાઈ ફુલેત્રાને મોમેન્ટો શિલ્ડ સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી અને ખેસ પહેરાવી અદકેરુ બહુમાન કરવામાં આવ્યું છે. ક્રેઇન્સ ભાવેશભાઈ ફુલેત્રા હૈદરાબાદની સનરાઈઝ ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ છે લેફ્ટ સ્પિનર બોલર તરીકે 20 વર્ષ ના ક્રેઇન્સ ભાવેશભાઈ ફુલેત્રા હૈદરાબાદ ની આઇ પી એલ ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ છે. ક્રેઇન્સ. ફુલેત્રાના સન્માન સમારંભમાં માળીયાહાટીના માં પટેલ સમાજમાં એક ભવ્ય અને દિવ્ય સમારંભ યોજાયો હતો. ક્રેઇન્સ ફુલેત્રાના પિતા ભાવેશભાઈ માતા જ્યોતિબેન દાદા વલ્લભભાઈ દાદીમા રમાબેન સહિત સમગ્ર ફુલેત્રા પરિવાર અને પટેલ સમાજમા અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સન્માનનો પ્રત્યુતર આપતા ક્રેઇન્સ ફુલેત્રાએ સન્માનનો. પ્રત્યુતર માં જણાવ્યું હતું કે મને અહીં સુધી પુગાડવા માટે મારા પરિવારનો મને પૂરેપૂરો સાથ સહકાર મળેલ છે અને સંઘર્ષ કર્યા વગર ક્યારેય સિદ્ધિ મળતી નથી મેં નાનપણથી જ ક્રિકેટ ક્ષેત્રે ખૂબ જ સંઘર્ષ કરેલ છે ત્યારે હું આઈ પી એલ ક્રિકેટમાં સિલેક્ટ થયો છું આમ સંઘર્ષ કરે એને સિદ્ધિ મળે જ છે એમ ક્રેઇન્સ ફુલેત્રા એ જણાવ્યું છે. હું માળીયા હાટીનાની ગિરનાર ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી નાનપણથી જ મને ક્રિકેટનો ખૂબ જ શોખ હતો એમ ક્રેઇન્સ ફુલેત્રા એ જણાવ્યું છે ક્રેઇન્સ. ના. માતા. જયોતિ બહેને. જણાવ્યું હતું કે ક્રેઇન્સે ખાવા પીવા ની પણ પરવા કરી નથી ભૂખ્યો. તરસ્યો. રહી ને આખો દિવસ ક્રિકેટ ક્રિકેટ ને ક્રિકેટ જ રમ્યા કરતો હતો. ત્યારે આઇપીએલ સુધી મારો દીકરો પહોંચ્યો છે. હવે માળિયા હાટીનાનો 20 વર્ષનો આ નવ યુવાન ક્રેઇન્સ ફુલેત્રા વિદેશો માં પણ ક્રિકેટના મેદાનમાં રમવા જોવા મળશે. અને ભારત દેશનું નામ આગળને આગળ વધારશે તેમ જયોતિબહેને જણાવ્યું છે આ કાર્યક્રમમાં કડવા પટેલ સેવા સમાજના મેનેજિંગ ટ્રસ્ટી મગનભાઈ લાડાણી મોહનભાઈ કડાણી દેવજીભાઈ બેરા ઠાકરશીભાઈ જાવીયા માધવજીભાઈ ભૂત કિરીટભાઈ બુટાણી સહિતના સમાજના આગેવાનો કાર્યકરો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પટેલ સમાજમાં અને માળીયાહાટીના માં ઘરે ઘરે ઉત્સાહ જોવા મળ્યો છે