Jai Hind

જેમની કવિતા ઉપર અનેક યુનિવર્સીટીના વિદ્યાર્થી પી.એચ. ડી. કરી રહ્યા છે તેવા સ્નેહી પરમારે પીએચ. ડી કરી બગસરાનું ગૌરવ વધાયું

ગુજરાતી ભાષાના જાણીતા કવિ સ્નેહી પરમારે તાજેતરમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સીટી ગાંધીનગર ખાતે પાંચ વર્ષના સઘન સંશોધન પછી પીએચ. ડી નિમિત્તે શોધનિબંધ રજૂ કરી પીએચ. ડી. ની ડિગ્રી મેળવી છે. ગુજરાતી બાળ સાહિત્ય કે જેના પર બહુ ઓછું સંશોધન થયેલ છે તેમાં સંશોધન કર્યું છે. “ગુજરાતી બાળકવિતાની ભાષા એક અભ્યાસ” વિષય પર પાંચ વર્ષ જેટલા સમયગાળામાં સંશોધન કાર્ય પૂર્ણ કરેલ છે. ગુજરાતી બાળકવિતાની ભાષા જેવા વણખેડાયેલ વિષય પરનું આ સંશોધન આ પ્રકારનું આગવું સંશોધન લેખાય છે. સુધારકયુગ, પંડિત યુગ, ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ, અનુઆધુનિક યુગ જેવા યુગવિભાજન સાથે દરેક કાળે બાળકવિતાની ભાષામાં કેવાં ફેરફાર આવ્યા તેનો તલસ્પર્શી અભ્યાસ આ સંશોધનમાં કરવામાં આવેલ છે. સંશોધક અંગ્રેજી વિષયના શિક્ષક છે અને ગુજરાતી વિષય પર સંશોધન કર્યું છે તે રીતે આ સંશોધનમાં બે ભાષાની શિસ્તનું રસપ્રદ સાયુજય જોવા મળી શકે છે.ડો. સ્નેહી પરમારે ડો. પ્રશાંત પટેલના માર્ગદર્શનમાં આ સંશોધન કાર્ય કરેલ છે. તાજેતરમાં યુનિવર્સીટીના વાઇસ ચાંસેલર ડો. એ. ટી. જોશીના વરદ હસ્તે આ ડિગ્રી અર્પણ કરવામાં આવેલ છે. એક્સપર્ટ તરીકે ઉપસ્થિત રહેલ ડો. સંજય મકવાણાએ આ સંશોધનની પ્રશંસા કરતા સંતોષ વ્યક્ત કરેલ.કવિતા તો સંશોધનના નિષ્ણાંત કુમાર જૈમિની શાસ્ત્રી અને ભાષાવિદ્દ ડો. પિન્કી પંડ્યાએ આ સંશોધનને શુભકામનો પાઠવી છે. જેમની કવિતા ઉપર અનેક યુનિવર્સીટીમાં પીએચ. ડી થઇ રહેલું છે તેવા સ્નેહી પરમારે કરેલ સંશોધનને ભાષાના જાણકારોનો આવકાર પ્રાપ્ત થઇ રહેલ છે.અને બગસરાનું ગૌરવ વધારેલ છે.