સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત કે. કે. હાઈસ્કૂલમાં તારીખ 9 અને 10 જાન્યુઆરી 2026ના રોજ વિદ્યાર્થીઓમાં ખેલભાવના, ટીમ સ્પિરિટ અને શારીરિક તંદુરસ્તી વિકસે તે હેતુથી ઇન્ટરક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટનું આયોજન વિપુલભાઈ દવે, સાગરભાઈ વાડોદરીયા, અજયભાઈ ચાવડા તથા રાહુલભાઈ ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનમાં પરબતભાઈ કડછા અને જાગૃતભાઈ દવેએ સહાયક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમને શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયા તરફથી પ્રોત્સાહન અને માર્ગદર્શન મળ્યું હતું.
ટુર્નામેન્ટમાં સાયન્સ ઇલેવન, કોમર્સ ઇલેવન, આર્ટસ ઇલેવન તથા સેક્ધડરી ઇલેવન એમ ચાર ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મેચ આર્ટસ ઇલેવન અને સેક્ધડરી ઇલેવન વચ્ચે રમાઈ, જેમાં શાનદાર પ્રદર્શન સાથે આર્ટસ ઇલેવન ટીમ વિજેતા બની હતી.સમગ્ર ટૂર્નામેટની કોમેન્ટરી રસાળ અને હસાળ શૈલીમાં શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયા, શિક્ષક શ્રી જાગૃતભાઈ દવે અને વિક્રમભાઈ ભમ્મરે કરી હતી.
વિજેતા બનેલી આર્ટસ ઇલેવન ટીમને પ્રિન્સિપાલ શ્રી ચેતનભાઈ ગુજરીયા તથા આયોજનકર્તાઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી, જેના દ્વારા ખેલાડીઓનું મનોબળ વધુ ઉંચું થયું હતું.
ફાઈનલ બાદ વિજેતા ટીમ આર્ટસ ઇલેવન અને શિક્ષક સ્ટાફ ઇલેવન વચ્ચે એક રસપ્રદ ફ્રેન્ડલી મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષક સ્ટાફ ઇલેવન ટીમનું નેતૃત્વ સ્વયં પ્રિન્સિપાલ શ્રી ચેતનભાઈ ગુજરીયાએ કર્યું હતું, જે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક ક્ષણ બની રહી.
આ કાર્યક્રમને સફળતા માટે નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન કામદાર, ઉ.પ્રમુખ કનુભાઈ ગેડિયા,મે.ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા તથા ટ્રસ્ટીગણ શુભેચ્છાઓ પાઠવી હતી.