રાજુલા તાલુકાના ચાર મહત્વના રસ્તાઓ બાબતે બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી આ બાબતે ગ્રામજનો આગેવાનોમાં માંગણી હતી જેના અનુસંધાને ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા થોડા સમય પહેલા કેન્દ્ર સરકારમાં મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ ચાર રસ્તાઓ બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી માંગણી હતી જેના અનુસંધાને રજૂઆતને સફળતા મળી હતી. આ બાબતે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે મારા મત ક્ષેત્ર રાજુલા વિસ્તારમાં ઈછઋ (સેન્ટ્રલ રોડ ફંડ) માંથી ચાર અલગ અલગ રસ્તાઓ રિસર્ફેસિંગ માટે મંજૂર કરવામાં આવતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો સહ્રદય આભાર માનું છું. આ રિસર્ફેસિંગ માટે મંજૂર થયેલા રસ્તાઓમાં 1. હિંડોરણા કાતર ડેડાણ રોડ 2. રાજુલા વીજપડી રોડ 3. ચાંચ ખેરા પટવા સમઢીયાળા રોડ 4. વિક્ટર ડુંગર આસરાણા રોડનો સમાવેશ થાય છે.