Jai Hind

ભાજપ અગ્રણી ડો. ભરત બોધરાનો વાઇબ્રન્ટમાં અદાણી સાથે વાર્તાલાપ

ઉદ્યોગિક વિકાસ માટે વિવિધ મુદ્દે ચર્ચા

પ્રદેશ ભાજપના અગ્રણી ડો.ભરતભાઈ બોઘરાએ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી હતી. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં દેશના અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. અદાણી પોર્ટના મેનેજિંગ ડિરેક્ટર કરણભાઈ અદાણી સાથે પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ મુલાકાત કરી હતી તેમજ વેલસ્પન કંપનીના ચેરમેન બી કે ગોએન્કા સાથે પણ ડો. બોઘરાએ મુલાકાત કરી હતી. બંને ઉદ્યોગપતિઓ સાથે રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં વિવિધ ઔદ્યોગિક વિકાસ અંગે ચર્ચા કરી હતી. ભાજપ સરકાર દ્વારા હંમેશા ઔદ્યોગિક ઉદ્યોગિક વિકાસ માટે તમામ ઉદ્યોગપતિઓને સાથ સહકાર મળતો રહેશે તેમ ડો. બોઘરાએ જણાવ્યું હતું. બંને ઉદ્યોગપતિઓએ પણ સૌરાષ્ટ્રમાં વિવિધ ઉદ્યોગોની સ્થિતિ તેમજ ભવિષ્યમાં ઔદ્યોગિક વિકાસ અંગે ડો. ભરતભાઈ બોઘરા સાથે ચર્ચા વિચારણા કરી હતી.