Jai Hind

બગસરા મોટી હવેલીના પ્રભુજી મહારાજનો 75માં જન્મોત્સવની ઉજવણી

સંતો, મહંતો, જાહેર સંસ્થા અને પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો દેશ વિદેશમાંથી ઉજવણીમાં સહભાગી બન્યા

બગસરા મોટી હવેલી ના પ્રભુજી મહારાજના 75મા જન્મોત્સવ અમૃત મહોત્સવનુ ત્રી દિવસીય શ્રીવલ્લભ ગુણગાન વ્યાખ્યાનનું આયોજન મોટી હવેલીના યુવરાજ રાસેસ્વર બાવાના સ્વમુખે બગસરા લેઉવા પટેલ સમાજ વાડી ખાતે કરવામાં આવ્યું આ કાર્યક્રમ સંપૂર્ણપણે બગસરા મોટી હવેલીના પૂ.પા.ગો.ચિ.108 રાસેશ્વર બાવાના માર્ગદર્શન હેઠળ સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા કરવામા આવેલ બગસરા વડોદરા સુરત હવેલીના બાવાશ્રી પ્રભુજીબાવાનો 75માં જન્મોત્સવ એટલે અમૃત મહોત્સવ સવંત 2082 પોષ વદ પાંચમ ને તા.7/1/2026 ના રોજ જન્મોત્સવ એ ત્રણ પલના દર્શન મારકેન્ડય પૂજા હીંચ કીર્તન તેમજ મહા પ્રસાદનુ ભવ્ય આયોજન મોટી હવેલીમા કરવામા આવેલ હતુ. જેમા 2500 થી વધુ વૈષ્ણવોએ પંગત પર બેસી પ્રસાદ લીધેલ હતો. તેમજ સાંજના સમયે બગસરા ગોકુલપરા પટેલ સમાજ વાડી ખાતે જન્મોત્સવની વધાઈ અને સતકાર સમાહરોહનું આયોજન કરવામા આવેલ હતુ. ને સતકારવા દેશ વિદેશથી પધારેલા વૈષ્ણવોએ તેમજ સંતો મહંતો રાજકીય સહકારી ક્ષેત્રના આગેવાનો પધારેલા જેમણે પ્રસંગ અનુરૂપ પોતાનુ વક્તવ્ય આપેલ જેમા બગસરા જુના સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવેકસ્વરૂપ સ્વામીએ પ્રભુજી મહારાજના જન્મોત્સવની વધાઈ આપી સનાતન ધર્મમાં રાસેશ્વરબાવાની મહેનત અને ગૌસેવાના કાર્યને વધાવી હતી. કાયદા અને સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઈ વેકરીયા પત્ર દ્વારા વધાઈ આપી હતી.તેમજ બગસરા મોટી હવેલીના પ.પૂ.પા.ગો.108શ્રી પ્રભુજી મહારાજશ્રીએ પોતાના વક્તવ્ય આપતા જણાવેલકે સંતો મહંતો તેમજ પધારેલ રાજકીય સામાજીક સહકારી ક્ષેત્રના આગેવાનો તેમજ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો દ્વારા આપેલ વધાઈથી હું ગદગદી થયો છુ. આ સમગ્ર મહોત્સવનુ માર્ગદર્શન હવેલીના યુવરાજ પૂ.પા.ગો.108 ચિ.શ્રી રાસેશ્વર બાવાશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજન સમસ્ત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવાર દ્વારા કરવામા આવેલ હતુ.