યુનિર્વસિટી આયોજીત 2026 અંડર ઈલેવનની લોંગ જમ્પમાં હિર બતાવ્યું
ભાણવડમાં ભગીરથ શાળાની બાળ વિધાર્થીની અને દેવભૂમિ દ્વારકા જીલ્લા એસ.ઓ.જી શાખામાં ફરજ બજાવતા ચિરાગસિંહ જાડેજા ની પુત્રી હેતાક્ષીબા જાડેજાએ ગુજરાત ચિલ્ડ્રન રિર્સચ યુનિર્વસિટી આયોજીત વર્ષ 2026 અંડર ઈલેવનની રાજ્ય કક્ષા એ લોંગ જમ્પ હરિફાઈમાં છલાંગ લગાવી ઝળહળતી ફતે સાથે સમગ્ર જિલ્લાનું નામ રોશન કયું છે.
તાજેતરમાં સુરતની વીર નર્મદા સાઉથ ગુજરાત યુનિર્વસિટી ખાતે અંડર ઉલેવનની રાજ્ય કક્ષાની રમત ગમ્મત હરિફાઈ યોજાઈ હતી, આ હરિફાઈમાં એક હજારથી વધું બાળ ખેલાડીઓમાંથી શ્રેષ્ઠ પ્રર્દશન કરનાર ટોચનાં ર્સ્પધકોને પસંદ કરવામાં આવ્યા હતા. દરેક ઈવેન્ટમાંથી માત્ર ચોવીસ ખેલાડીઓને સુપર ચોવીસ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
જેમાં બાળ વિધાર્થીની અને એસ.ઓ.જી માં ફરજ બજાવતાં ચિરાગસિંહ જાડેજા ની પુત્રી હેતાંક્ષીબા જાડેજાએ બારમું સ્થાન મેળવી રૂ.1300 સાથે રેકોર્ડ પુરસ્કાર મેળવ્યો હતો આમ ટોપ પ્લેયરમાં સ્થાન મેળવવા બદલ હેતાંક્ષીબાને મેડલ પણ અપાયો હતો.
બાળ વિધાર્થીની હેતાંક્ષીબાએ માત્ર સફળતાજ નથી મેળવી પરતું ગુજરાત ચિલ્ડ્રન યુનિર્વસિટી દ્વારા ભવિષ્યમાં વર્ષ 2036માં યોજાનાર ઓલોમ્પીક રમતોને ધ્યાનમાં રાખી ઓલોમ્પીક મજબુત દાવેદારી નોંધવા માટે સંકલ્પ કરેલ છે.