નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા, ગ. જ. જ. વિભાગ દ્વારા સાત દિવસની વાર્ષિક શિબિર (સ્પેશિયલ કેમ્પ) માનવ મંદિર મુકામે તારીખ 10- 01- 2026 ના રોજ સંપન્ન થયો. કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રોફેસર રીંકુબેન ચૌધરી અને અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. પુષ્પાબેન રાણીપા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. આ સાત દિવસની વાર્ષિક શિબિરમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકો દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી. ગ્રામ સફાઈ, સ્વચ્છતા અભિયાન, શ્રમકાર્ય, વ્યસનમુક્તિ, બેટી બચાવો, સ્વાસ્થ્ય અંગે જનજાગૃતિ કાર્યક્રમ, વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. માનવ મંદિર મુકામે ભક્તિરામ બાપુના સાનિધ્યમાં કાર્યક્રમના ઉદ્ઘાટનથી લઈ,જુદી જુદી પ્રવૃત્તિઓ માટે આર્શીવચન મળ્યા હતા.આ શિબિરમાં વિદ્યાર્થીઓની કામગીરીને કાર્યક્રમના અધ્યક્ષ બંને બહેનોએ વિશેષ રીતે વીરદાવ્યા હતા . આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ હતી કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી.રવિયા તેમજ ડો. દિલીપ ભટ્ટ , ડો. લલિતભાઈ ચૌહાણ, ડો. અર્જુનસિંહ પરમાર, ડો. હરેશ દેસરાણી, ડો. કલ્પેશ રાડિયા, ડો. હાર્દિક ઉદેશી તેમજ વીઝીટીંગ ફેકલ્ટી અને ઓફિસ સ્ટાફ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. સમાપન કાર્યક્રમના અંતમાં એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. આશિષ ચૌહાણ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.