Jai Hind

સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિનું શાહીથી મોં કાળું કરાયું, ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થિનીની છેડતીના આક્ષેપો, NSUIનો પૂતળા દહન અને સૂત્રોચ્ચાર સાથે આક્રમક વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી સામે વિદ્યાર્થીનીઓની છેડતીના ગંભીર આક્ષેપો મામલે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા ગિરીશ ભીમાણીના પૂતળા દહન અને સુત્રોચાર સાથે આક્રમક વિરોધ કરવામાં આવ્યો. NSUIના કાર્યકરોએ ગીરીશ ભીમાણીને આંતરીને શાહી લગાવીને મોં કાળું કરવામાં આવ્યું જો કે આ સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાય નથી.

અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવતા ગીરીશ ભીમાણીએ આબુ ટુર દરમ્યાન 10 વિદ્યાર્થીનીઓને અડપલા બાદ છેડતી કરી હોવાના આક્ષેપો થયા હતા જોકે આ આક્ષેપો બાદ ગજેરા સંકુલ દ્વારા તેમને તમામ પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લા વિધાનસભાના નિયામક તરીકે ફરજ બજાવનારા ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીનીની છેડતી કરી હોવાના આક્ષેપો થયા હતા વિદ્યાર્થીઓ આબુ પ્રવાસ ગયા હતા જ્યાં પાછળથી ગિરીશભાઈ ભીમાણી પહોંચ્યા હતા અને નસાની હાલતમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાના આક્ષેપો થયા, 12 અને 13 જાન્યુઆરી દરમિયાન બનેલી આ ઘટના બાદ ગજેરા સંકુલ દ્વારા ભીમાણીને તાત્કાલિક દૂર કરી દેવામાં આવ્યા હતા.