સાયલાના સુદામડાની સીમમાં પોલીસનો દરોડો 34.51 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

2568 બોટલ સહિત 39.76 લાખનો મુદામાલ જપ્ત: પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરાયો

સાયલાના સુદામડાની સીમમાંથી પોલીસે રૂા.34.51 લાખથી વધુની કિંમતનો 2568 બોટલ દારૂ સહીત રૂા.39.75 લાખનો મુદામાલ જપ્ત કરી પાંચ શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે.
આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ જે અન્વયે સાયલા પો.સ્ટે.ના ડી.ડી. ચુડાસમા ઇ-ચા. પો.ઇન્સ. સાયલા નાઓ તથા સ્ટાફના પોલીસ કર્મચારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડી.ડી. ચુડાસમા ઇ-ચા. પો.ઇન્સ. સાયલા નાઓને ચોક્કસ બાતમી રાહે હકીકત મળેલ કે સુદામડા ગામની સીમમાં સુદામડાથી શીરવાણીયા જવાનો માર્ગ આવેલ દેવેન્દ્ર ઉર્ફે ડેડ્ડે ભરતભાઇ બોરીયા (રે. સુદામડા, તા. સાયલા)ની કબ્જા ભોગવટાવાળી વાડીએ દેવેન્દ્ર ઉર્ફે ડેડ્ડ ભરત બોરીયા તથા નાગરાજભાઇ વલકુભાઇ ખાચર તથા દશરથસિંહ ચંદુભા ઝાલા (રે. સુદામડા, તા. સાયલા)એ ભેગા મળી ગે.કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારુનો જથ્થો મંગાવી હાલે દારુની હેરાફેરી કરે છે.
હાલે તે પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમીના આધારે રેઇડ કરતા ઇંગ્લીશ દારુની બોટલ નંગ-2568, કિંમત 34,51,200 તથા મહિન્દ્ર બોલેરો ગાડી નં. જીજે-03-બીઝેડ-3287, રૂા.5,00,000 તથા એક્ટીવા રજી. નં. જીજે-13-એક્યુ-9636 રૂા.25 હજાર મળી રૂા. 39,76,200નો મુદામાલ મળી આવેલ હોય.
જે રેઇડ દેવેન્દ્ર ઉર્ફે ડેડ્ડ ભરત બોરીયા, જાતે-કાઠી દરબાર, રહે. સુદામડા, તા. સાયલા, નાગરાજભાઇ વલકુભાઇ ખાચર જાતે- કાઠી દરબાર, રહે. સુદામડા, તા. સાયલા, દશરથસિંહ ચંદુભા ઝાલા-રહે. સુદામડા, તા. સાયલા તથા સ્થળ પર હાજર નહીં મળી આવનાર મહેન્દ્ર બોલેરો પીઅપ ગાડી નં. જીજે-03-બીઝેડ-3287ના માલીક, એક્ટીવા નં. જીજે-13-એક્યુ-9636ના માલિક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ