બે બાઇક અથડાતા ગંભીર બનાવ, ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા
લીંબડી-રાણપુર રોડ પર કારોલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. મૃતકની ઓળખ લેરખડિયા હર્ષદભાઈ ભલજીભાઈ (ઉંમર આશરે 19 વર્ષ) તરીકે થઈ છે.પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માત બે મોટરસાયકલ સામસામે અથડાવાને કારણે થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે એક બાઇક સવારનું ઘટનાસ્થળે મોત થયું હતું.
અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.