કાંકરી છુટી માર્ગ પર નાંખી રોડ બનાવ્યો અને લોકો માટે મોત સમાન બન્યો
ગીરગઢડા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો ને જોડતાં નવિકરણ થતાં માર્ગો પર તંત્ર ની બેદરકારી અને તદન હલકી ગુણવત્તાના ના કામો થતા હોય તેના કારણે વારં વાર અકસ્માત થતાં હોવાથી અનેક લોકો ની જીંદગી જોખમમાં મૂકાય રહીં છે
સુપ્રસિદ્ધ દોણેશ્વર ફાટસર માર્ગ પર આવતાં હજારો પ્રવાસીઓ અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ગ્રામિણ વિસ્તારો ના લોકો પોતાના નાના મોટા વાહનો પર ગીરગઢડા અવરજવર કરતાં હોય દ્રોણેશ્વર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ થી ફાટસર તરફ જતા રસ્તા પર હાલમાં ચાલી રહેલા રોડના કામ ખુબ જ નબળું અને અસુરક્ષિત કામગીરી થઈ રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા કોરે કોરી કાકરી (લુઝ ગ્રેવલ/પથ્થર) પાથરવામાં આવતા અનેક અકસ્માતો સર્જાતા હોય બાઈક સ્લિપ થઈ જવા ના બનાવો બનતાં લોકોને ગંભીર ઈજાઓ થઈ રહી છે.માથા અને હાથ પગ ના ફ્રેક્ચર જેવી ગંભીર ઘટનાઓ પણ બની છે.લોકો ની માનવ જીંદગી સામે ખતરો ઉભો થયો છે તાજેતર માં એક એવી ઘટના બની કે, આ રસ્તા પરથી પસાર થતા સમયે એક વૃદ્ધ પોતાની બાઈક પરઆવતાં રસ્તામાં નાખેલી કાંકરી ના કારણે અકસ્માત સર્જાયો હતો અને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં રોડ પર પડેલ હોય આ દરમિયાન ગીર સોમનાથ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ હરિભાઈ બોઘાભાઈ સોલંકી, પોતાના સામાજિક કાર્યકર્તા ગંભીરસિંહ ગોહિલ (પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી) અને શૈલેષ બાપુ પ્રસાર થતાં આ રોડ પર લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધ ને જોતા તાત્કાલિક અકસ્માતના સ્થળે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તુરંત 108 ઈમર્જન્સી સેવાને બોલાવીને ઈજાગ્રસ્તને સ્થળે સારવાર આપી તાત્કાલિક મદદ થી ગીરગઢડા હોસ્પિટલમાં પહોંચાડી, જીંદગી બચાવી હતી આ અકસ્માત જોન બનેલા માર્ગ પર થતી તદન હલકી ગુણવત્તા ની કામગીરી અંગે નાયબ કલેક્ટરને ટેલીફોનિક સૂચના આપી વહીવટી તંત્ર ને આ નબળા કામગીરી વિશે તપાસ કરાવી કાર્યવાહી કરવા સુચના આપી હતી માનવજીવનને નુકસાન ન થાય અને અનેક અકસ્માતો અટકાવી શકાય ત્વરિત અને સમયસરના હસ્તક્ષેપથી વૃદ્ધ નો જીવ બચી ગયો હતો અને વધુ નુકસાન અટકાવવા આ રસ્તો સદંતર ખરાબ સ્થિતિ મા હોય જેનુ કામ કરતી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા નબળી કામગીરી કરાતી હોય વહીવટી તંત્રની બેદરકારી પણ સ્પષ્ટ જોવા મળતાં તાત્કાલિક સરકાર અને સંબંધિત અધિકારીઓને રસ્તાનું યોગ્ય રીતે સમારકામ કરાવી, સુરક્ષા નિશાનો લગાવી કોન્ટ્રાક્ટરની જવાબદારી શ્રુનિશ્ચિત કરીને આવા થતાં અકસ્માતોને રોકવામાં આવે અને મજબૂત માર્ગ નું ટકાઉ કામ કરાવવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ હરીભાઇ સોલંકી એ તંત્ર ને અનુરોધ કર્યો હતો