સલાયામાં ત્રણ માછીમારો સામે કાર્યવાહી
કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામની સીમમાં રહેતા પરબતભાઈ મુરુભાઈ અમર નામના 65 વર્ષના વૃદ્ધને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી હોય, આ વચ્ચે તેમણે ગત તારીખ 11 જાન્યુઆરીના રોજ પોતાના ઘરે પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ વેજાભાઈ મુરુભાઈ અમર (ઉ.વ. 48) એ સ્થાનિક પોલીસને કરી છે.
બીજા બનાવમાં સલાયાના બંદર વિસ્તારમાં “અલ ચકલી” નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા નાના આંબલા ગામના દોસમામદ હાજી ગજણ તેમજ “અલ ઇસાકી” નામની બોટમાં ગયેલા સલાયાના રહીશ ફિરોજ અજીજ ભગાડ તથા “અલ સીરાજી” નામની બોટમાં માછીમારી કરવા ગયેલા ઈકબાલ કાસમ સંઘાર નામના ત્રણ માછીમારો દ્વારા દરિયાઈ દિશા જોવા માટેનું હોકાયંત્ર સાધન નહીં રાખવા સબબ સલાયા પોલીસે ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.