Jai Hind

ખંભાળિયા નજીક જુગાર રમતી મહિલાઓ સહિત પાંચ ઝબ્બે

ત્રણની શોધખોળ, 39900નો મુદામાલ કબ્જે

ખંભાળિયા વિસ્તારમાં અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીની ટીમ દ્વારા ગત મોડી સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ લુણા, યોગરાજસિંહ ઝાલા, અરજણભાઈ આંબલીયા અને વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયાથી આશરે 10 કિલોમીટર દૂર કંચનપુર ગામના વાડી વિસ્તારમાં ઢળતી સાંજે બાવળની ઝાળીઓમાં બેસીને જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમે રહેલા કરીમ અલારખા ખીરા, મંગા દાતા સરસીયા, મયુરસિંહ બહાદુરસિંહ જાડેજાને તેમજ કૃપાબા ગીરીરાજસિંહ અને આયશાબેન જુમાભાઈ હિંગોરાને ઝડપી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે રૂ. 24,900 રોકડા તથા 15,000 રૂપિયાની કિંમતનું એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 39,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન આમીન હુસેન સંઘાર, ફારૂક હાસમ સુમરા અને કાદર ઉર્ફે બોદુ મુચ્છા કચ્છી નામના ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે તમામ આઠ આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.