સ્ટેજ પર આકરા પ્રહાર કરતા સભામાં સન્નાટો
ગોંડલ જેલ ચોક પટેલ વાડી ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે વરણી પામેલા પુર્વ સાંસદ રમેશભાઈ ધડુક નો લેઉવાપટેલ સમાજ દ્વારા સન્માન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીષા પટેલ ઉપસ્થિત રહી શાબ્દિક સટાસટી બોલાવતાં સન્માન સમારોહ માં દેકારો બોલી ગયો હતો.જીગીષા પટેલે રમેશભાઈ ધડુક તથા ભાજપ ને સરાજાહેર આડેહાથ લઇ શબ્દોનાં તાતાતીર ચલાવતા ગરમાવો વ્યાપી ગયો હતો. પટેલ વાડી ખાતે પટેલ સમાજ નાં આગેવાનો દ્વારા રમેશભાઈ ધડુક નું સન્માન ચાલી રહ્યુ હતુ ત્યારે કોઇ આમંત્રણ વગર પટેલ સમાજ ની દિકરી તરીકે કાર્યક્રમ માં આવી પંહોચેલા જીગીષા પટેલે બે શબ્દ બોલવા માઇક માંગતા તેમને માઇક અપાયુ હતુ.ત્યારે જીગીષા પટેલે કટાક્ષ નો મારો ચલાવી કહ્યુ કે રમેશભાઈ આપે ગોંડલ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હોદ્દાઓથી લઈ ટિકિટ વહેંચણી સુધીની ઘણી ભૂમિકા ભજવી છે પરંતુ હવે પાર્ટી એ સંગઠનમાં ઉચ્ચ સ્થાન આપી કાયદેસર રીતે આપને જવાબદારી આપી હોય જેમને ધ્યાનમા રાખીને ગોંડલની જનતા ઉપર દબાણ કરતાં બુટલેગરો, જમીન માફિયાઓ, હત્યારાઓ અને એની આખી અસામાજિક તત્વોની ટોળીને વીણી વીણીને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંથી બરતરફ કરશો આવા લોકો માટે પાર્ટી પાસેથી ગયા વખતની જેમ ટીકીટો પણ નહીં લાવો, એવી મારી અને ગોંડલની જનતાની આશા છે ખાસ કરીને અહીંયા ઉપસ્થિત તમામ લેઉવા પાટીદાર સમાજની આપના પ્રત્યે આવી લાગણી છે.