વિધાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા ઉપયોગી માર્ગદર્શન અપાયું:2500 વિધાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીર ગામની તપોવન વિધા સંકુલમાં ધો.10-12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત થાય માટે ગુજરાતના શ્રેષ્ઠ યુથ મોટીવેશનલ સ્પીકર અશોક ગુર્જર તથા ટેક્નોલોજી શિક્ષક ધીરજ પુજારા દ્વારા એક્ઝામ બીફોર એક્ઝામ સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં 2500 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.મોટીવેશનલ સ્પિકર અશોક ગુર્જરે વિદ્યાર્થીઓને… બોર્ડની પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી તથા શ્રેષ્ઠ પરિણામ કેવી રીતે મેળવી શકાય,ધો.11-12 સાયન્સ દરમ્યાન સ્કોલરશીપ કઈ રીતે મેળવી શકાય જેવા મુદ્દાઓ ઉપર સરળ શૈલીમાં વિવિધ ઉદાહરણો આપી જરૂરી જ્ઞાન આપ્યું હતું..વિધાર્થીઓએ અભ્યાસ માટે કેવી રીતે સખત પરિશ્રમ કરવો તે માટે અગત્યનું માર્ગદર્શન પણ આપ્યું હતું..ટેકનોલોજી શિક્ષક ધીરજ પુજારા એ વિધાર્થીઓને ટેકનોલોજી નોલેજ આપી જરૂરી માહિતી આપી હતી.તજજ્ઞોએ આપેલ શૈક્ષણિક માહિતીથી વિદ્યાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.સંસ્થાના સંચાલક રાજેશભાઈ પાનેલીયા એ સેમિનારમાં પધારેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.આ સેમીનારમાં ટ્રસ્ટીઓ,શૈક્ષણિક સ્ટાફ સહિત વિવિધ ક્ષેત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.