અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા માં આવેલી શ્રી સુરગવાળા સાર્વજનિક હાયર સેક્ધડરી સ્કૂલ માં 1980થી વિદ્યાર્થી ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવે છે.કોરોના કાળ થી બંધ થયેલી આ ટુર્નામેન્ટ ને પૂર્વ વિદ્યાર્થીઓના આગ્રહ થી ચાલુ વર્ષે ફરી શરુ કરી ને જઙક -2026નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ ટુર્નામેન્ટ માં છ ટીમો માં વિદ્યાર્થી સાથે એક શિક્ષક ની ટીમો બનાવીને આ ટુર્નામેન્ટ રમાઈ હતી જેના ફાઇનલ માં અથર્વ ઇલેવન અને આદિત્ય ઇલેવન વચ્ચે મેચ યોજાઈ હતી. આ રોમાંચક ફાઇનલ મેચ નો પ્રારંભ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડ દ્વારા કરાવી ફાઇનલમેચ માં વડિયા મામલતદાર કેજર સિંધી, સરપંચ મનીષ ઢોલરીયા, પત્રકાર ભીખુ વોરા, દિનેશ રામાણી, બાબુ નાગાણી સહિતના મોટી સંખ્યમાં સ્થાનિક લોકોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર ટુર્નામેન્ટ માં આદિત્ય ઇલેવન રૂપી શિક્ષક કિરીટ જોટવની ટીમનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે આ વિજય ને મનાવવા વિદ્યાર્થી ગ્રાઉન્ડ માં ટ્રોફી સાથે મન મૂકીને જુમ્યા હતા. આ ટુર્નામેન્ટ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ ખેલાડીઓ ને આવનાર પ્રજાસત્તાક પર્વના દિવસે ઇનામો થી નવાજવામા આવશે તેવુ શાળાના આચાર્ય દિલીપ પાદરિયાએ જણાવ્યું હતુ. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંધાડે વિદ્યાર્થીઓને આજના મોબાઈલ યુગમાં શારીરિક શાસક્ત અને મજબૂત બનવા ગ્રાઉન્ડની રમતોમાં ભાગ લેવા અનુરોધ કાર્યો હતો.
રિલેટેડ ન્યૂઝ
-
લીંબડીના જુના બસ સ્ટેન્ડમાં ઉતરાયણની પૂર્વ સંઘ્યાએ લીયાદના યુવાનની હત્યા
મર્ડર કરનાર છ આરોપીની અટકાયત કરી ઘટનાનું રિક્ધસ્ટ્રકશન કરાવ્યું જિલ્લાના લીંબડી શહેરમાં જુના બસ સ્ટેન્ડ પાસે... -
તાલાલાનાં આંકોલવાડી ગામની તપોવન વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ માટે સેમિનાર યોજાયો
વિધાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવવા ઉપયોગી માર્ગદર્શન અપાયું:2500 વિધાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો તાલાલા તાલુકાનાં... -
સોમનાથ સાનિધ્યે હેમંત જોશીના લાઈવ કોન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો થનગનાટ જોવા મળ્યો
વીરરસથી ભરપૂર હમીરજી ગોહિલની શૌર્ય ગાથા અને લોકગીત રજૂ થયા ’સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત સોમનાથ મંદિર...
