માળીયા હાટીનામા ગામની બારોબાર 2. કિલો મીટર દૂર નવી બનેલ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ સબ રજીસ્ટર કચેરીની જગ્યા સરકાર દ્વારા નહીં ફાળવતા માળિયા હાટીના માં બાર એસોસિએશન (વકીલ મંડળમાં ) ઉગ્ર રોશ જોવા મળ્યો છે લોકોની સુવિધા માટે સરકારએ માળીયા હાટીના ગામમાંથી ગામની બારોબાર બે કિલોમીટર દૂર નવી અઘતન મામલતદાર કચેરી નું બિલ્ડીંગ બનાવેલ છે પરંતુ આ બિલ્ડિંગમાં સબ રજીસ્ટર કચેરી સરકારશ્રીએ બનાવેલ નથી જેના કારણે અરજદારોમાં પક્ષકારોમાં અને વકીલ મંડળમાં ઉગ્ર રોશ ફાટી જોવા મળ્યો છે આજે માળીયા હાટીના બાર એસોસિએશન (વકીલ) મંડળના તમામ વકીલો એ જુની કોર્ટ કમ્પાઉન્ડમાંથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ રૂબરૂ જઈ મામલતદારને એક આવેદનપત્ર આપેલ છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે મામલતદાર કચેરી અને સબ રજીસ્ટર કચેરી બંને સંલગ્ન હોવા જોઈએ પણ માળીયા હાટીનામાં મામલતદાર કચેરીની બાજુ સબ રજીસ્ટર કચેરી બનેલ નથી જેના કારણે દસ્તાવેજો સબ રજીસ્ટર કચેરીમાં નોંધાવી અને ઇ ધરામાં અરજદારો અને પક્ષકારોએ જવું પડે છે આમ અરજદારોને બે કિલોમીટર સુધીનો ધર્મનો ધક્કો ખાવો પડશે હકીકતમાં મામલતદાર કચેરી અને સબ રજીસ્ટર કચેરી સંલગ્ન જ હોવી જોઈએ સબ રજીસ્ટર કચેરી જૂની જગ્યાએ છે તે જગ્યાએ જ છે તો સબ રજીસ્ટર કચેરી પણ વેલાસર નવી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ બનાવવા વકીલ મંડળોની માગણી છે.