2005 પહેલા ભરતી થયેલા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષકોના 718 પેન્શન કેસ મંજુર


જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી કચેરીએ 100% કામગીરી પૂર્ણ કરી

2005 પહેલા ભરતી થયેલા તમામ કર્મચારીઓને પેન્શન નો લાભ આપવાનો સરકાર દ્વારા નિર્ણય થયો હતો જે અન્વયે અમરેલી જિલ્લાના 718 પ્રાથમિક શિક્ષકોના પેન્શન કેસ મંજૂર કરાવી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ નમુના રૂપ કામગીરી કરેલ છે . રાજ્ય સરકાર દ્વારા 2005 પૂર્વે ભરતી થયેલા તમામ કર્મચારીઓને પેન્શન નો લાભ આપવા માટેનો નિર્ણય કરેલો હતો જેમના પેન્શન મંજૂરી માટેની કાર્યવાહી ગાંધીનગર ખાતે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અંતર્ગત કરવામાં આવી હતી જેમાં પ્રથમ તબક્કામાં 623 પેન્શન કેસ તેમજ તાજેતરના બીજા તબક્કામાં પૂર્તતા સાથેના 95 કેસ મંજુર કરવામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી એ 100% કામગીરી પૂર્ણ કરી નમુના રૂપ કાર્ય કરેલ છે આ કામગીરી બદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મહેન્દ્રભાઈ વિછીયા, ક્રિપાલસિંહ જાડેજા, રસિકભાઈ મહેતા, પ્રવીણભાઈ કસવાળા વગેરે હોદ્દેદારોએ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધકારી જી.એમ.સોલંકી સાહેબને અભિનંદન પાઠવ્યા હતા, તેઓ હાલ નિરંતર શિક્ષણમાં બદલી થયેલ હોવા છતાં બાકી રહેલ કામગીરી પોતાના હસ્તક પૂર્ણ કરાવવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં નવા મંજૂર થયેલા 95 પેન્શન કેસને જીપીએફ નંબર ફાળવવા માટેની કામગીરી તુરંત શરૂ કરવામાં આવે તેવી શિક્ષક સંઘે માંગ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ