અમરેલીમાં 9.6 ડિગ્રીને બાદ કરતા મોટા ભાગના સ્થળોએ બે આંકડામાં તાપમાન: ગોહિલવાડમાં ઠંડી યથાવત
સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડી બાદ ફરી છેલ્લા બે દિવસથી સવારનું તાપમાન ઉંચકાયુ છે અને ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો થયો છે. ત્યારે આજરોજ બે સ્થળોએ ધુમ્મસ સાથે માત્ર અમરેલીને બાદ કરતા મોટા ભાગના સ્થળોએ ડબલ ડિઝીટમાં તાપમાન નોંધાયું હતું. આજે સવારે અમરેલીનું લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયુ હતું અને અમરેલી સાથોસાથ જામનગરમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું.
જ્યારે રાજકોટ શહેરમાં 13 ડિગ્રી, વેરાવળમાં 16.4, પોરબંદરમાં 1ર.8, નલિયામાં 11.ર, ઓખામાં 19.પ, સુરતમાં 1પ.ર, અમદાવાદમાં 14.1, વડોદરામાં 14.8, ભુજમાં 1પ.6, દમણમાં 16.ર, ડિસામાં 1ર.3, દિવમાં 1ર.ર, દ્વારકામાં 19 ડિગ્રી તેમજ ગાંધીનગરમાં 13.પ અને કંડલામાં 1પ.પ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જ્યારે જુનાગઢમાં ગઇકાલથી હવામાનમાં પલ્ટો આવતા આકાશમાં વાદળો ભરશિયાળે છવાયા હતા. જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી જવા પામ્યુ છે. ગત બુધ-ગુરૂ-શુક્રના ભારે ઠંડીથી સોરઠમાં હાડ થીજાવી દે તેવી ઠંડી બાદ શનિવારથી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો.
આજે સવારે નોંધાયેલા તાપમાન મુજબ મેકસીમમ 14 ડિગ્રીએ પારો ઉંચો જવા પામ્યો હતો. જયારે મીનીમમ 1ર.7 ડિગ્રીએ નીચે નોંધાયો હતો. વાતાવરણમાં ભેજ 80 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાકમાં 3.9 કિલોમીટર નોંધાઇ છે.
તેમજ ગોહિલવાડ પંથકમાં ઠંડીનું યથાવત રહ્યું છે. આજે સોમવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 ટકા રહ્યું હતું.જ્યારે પવન ની ઝડપ 6 કિમી પ્ર.તિ. કલાકની રહી હતી.
જયારે અમરેલી જિલ્લામાં પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે ગઈકાલ અને આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબલિટીમાં ભારે ઘટાડો જોવાં મળતાં રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. પરિણામે વાહન ચાલકોએ પણ સવાર સવારમાં વાહનોની લાઈટો ચાલુ કરવા છતાં પણ રસ્તા પર કંઈ જ ના દેખાતું ના હોય તેવી ગાઢ ધુમ્મસની ચાદરો છવાઈ હતી.
અમરેલીના ચિતલ,લાઠીથી અમરેલી સહિતના હાઈવે પર પડી રહેલી કડકડતી ઠંડી વચ્ચે ગઈકાલ અને આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબલિટીમાં ભારે ઘટાડો જોવાં મળતાં રાજ્ય ધોરીમાર્ગો અને નેશનલ હાઈવે પર રાહદારીઓ તથા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. પરિણામે વાહન ચાલકોએ પણ સવાર સવારમાં વાહનોની લાઈટો ચાલુ કરવા છતાં પણ રસ્તા પર કંઈ જ ના દેખાતું ના હોય તેવી ગાઢ ધુમ્મસની ચાદરો છવાઈ હતી.
જામનગરમાં ઠંડીમાં રાહત 13 ડિગ્રી તાપમાન
જામનગર માં ઠંડી.માં રાહત થઈ રહી છે. બે દિવસ પહેલા શુક્રવારે પારો 9.5 ડીગ્રી સુધી નીચે ચાલ્યો ગયો હતો, અને સિંગલ ડીજીટમાં તાપમાન નોંધાયું હોવાથી વાતાવરણમાં ઠંડક પ્રવેશી ગઈ હતી. પરંતુ તેમાં હવે રાહત જોવા મળી છે, અને પારો ઉપર તળાવ સરકી ને 13 ડિગ્રી સુધી પરત ફર્યો હોવાથી છેલ્લા બે દિવસથી ઠંડીમાં રાહત થઈ છે. જોકે વહેલી સવારે ભેજનું પ્રમાણ વધી જતાં ઝાકળવર્ષા થઈ છે. આજે સવારે ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું, જેને કારણે ગાઢ ધુંમ્મસ દેખાયું હતું, અને વિઝીબિલિટી ઝીરો થઈ જતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો, ઉપરાંત માર્ગો પણ ભીંજાયા હતા. જામનગર માં આજે સવારે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 13 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 27.ડિગ્રી નોંધાયું છે. ભેજનું પ્રમાણ 84 ટકા રહ્યું હતું, ત્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20 થી 25 કિ.મી ની ઝડપે રહી હતી.