Jai Hind

દિવસ-રાત મજુરી કરી ખેડૂતોના સર્વે ફોર્મ ભરનાર… રાજુલા તાલુકામાં રપ ગ્રામ્ય ઋષિઓ વીસીઇને ત્રણ વર્ષથી વેતન ન મળતા રોષ


રોજનું પુરૂ રૂા.100નું પણ વેતન નહીં, તે પણ ચૂકવવામાં ઠાગાઠૈયા: ટીડીઓને રજુઆત

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં ગ્રામ્ય કક્ષાએ ખેડૂતોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે તે માટે ખેડૂતોના સાતબાર કાઢવા વાવાઝોડામાં પેમેન્ટ ના ફોર્મ ભરવા ગામનો સર્વે રિપોર્ટ કોઈપણ કામ હોય છે તે માટે સરકાર દ્વારા માનદ 1500 થી 2000ની મર્યાદામાં જેવી વીસીઇની કામગીરી તે રીતે માન દજ વેતન ચુકવવામાં આવતું હોય છે અને આ નાણાં ક્યાંથી લેવા તે માટે બજેટ 15 માં નાણાપંચ માંથી તાલુકામાં ફાળવવાનું હોય છે નાણાપંચે પણ નિયમિત નાણા પણ ફાળવી દીધા આ કામગીરી તાલુકા કક્ષાએ ક્લાર્ક દ્વારા કરવામાં આવે છે અને ગામડામાં વીસી ઇની કામગીરી ખૂબ સારી હોય છે ગમે ત્યારે વીસીઇ જે ગામમાં હોય છે ત્યાં મંત્રી હાજર હોય કે ન હોય સરપંચ હોય કે ન હોય વહીવટદાર હોય કે ન હોય પરંતુ એ વીસીઇ મારફત ગામડામાં ખેડૂતોનું કામગીરી રાતે કે દિવસે કે વરસાદ કે ચોમાસામાં ગામમાં જ ફોર્મ ભરી આવા વીસીઓ કામગીરી કરતા હોય છે જે મોટા ભાગના આવા વીસીઇ કોમ્પ્યુટર રાઈટ અને 10 પાસ હોય છે આમ છતાં આજદિન સુધી ક્યારે પગાર વધારાનો પણ કર્યો નથી માત્ર રોજના રૂ.100 પણ વેતન આપવામાં આવતું નથી પરંતુ સરકાર શોષણ કરતી હોય તેમ બે થી ત્રણ વર્ષ થયા છતાં હજી સુધી 50% વીસીઇ ના પગાર મળતો નથી કારણ કે આજે રાજુલા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી સરવૈયા ને તાત્કાલિક પગાર ચૂકવવા વીસી મંડળના પ્રમુખ અને મંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ટૂંક સમયમાં પગાર આવશે એમ કીધું હતું પરંતુ વીસી મંડળના પ્રમુખ અનિરુદ્ધભાઈ ખુમાણે જણાવ્યું કે ત્રણ ત્રણ વર્ષથી તાલુકા પંચાયતે ધક્કા ખાવા છતાં માત્ર ખાત્રી જ આપે છે પગાર ચૂકવવામાં આવતો નથી
આ અંગે રાજુલા તાલુકા વિકાસ અધિકારી એન એ સરવૈયા નો ટેલીફોન સંપર્ક કરતા જણાવ્યું છે કે આજે આ લોકો ગ્રામ્ય કક્ષાના વીસીઈ આવ્યા હતા એમની રજૂઆત સાંભળી અને આજે અમારી ઓફિસમાં તપાસ સાંજે કરાવી નાણાપંચમાં કે ક્યાં અટક વાયુ છે તે અંગેનો ક્લાર્ક બોલાવી અને ઝડપભેર 8 થી 10 દિવસની અંદર તમામ ગામડાના વીસીઇ તેમનું મહેનતાણું સુકવી આપવામાં આવશે આમ હકારાત્મક વર્ણન અપનાવી ઝડપથી પગાર થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે અને હવે પછી અહીંયા એક પણ વીસીઇ મારી ઓફિસે ધક્કા ખાવા પડશે નહીં અને ઝડપથી પેમેન્ટ મળી જશે ગુજરાતના ગામડાઓમાં ખેડૂતોને મટ મોટી જાહેરાતો કરી અને ખેડૂતોને મુશ્કેલીના પડે તેવી દરેક ગામે વ્યવસ્થા કરી છે ત્યારે હવે જોવાનું કે 10? દિવસમાં પેમેન્ટ મળશે ખરું