Jai Hind

ગઢડાના ગુંદાળા નજીક કારમાંથી 4 કિલો ગાંજા સાથે બે ઝડપાયા

એસઓજીનો સપાટો 4.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

બોટાદ જિલ્લા એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એ.જી.સોલંકી તેમજ એસઓજી પીએસઆઇ એ.એમ રાવલ તેમજ એસઓજી પોલીસ સ્ટાફ ના યુવરાજસિંહ પરમાર, દિલીપસિંહ ટાંક,રાજેશભાઈ વિદાણી,કલ્પેશભાઈ સાપરા, અજયસિંહ ગોહિલ,ગોવિંદભાઈ ગળચર,સતીશકુમાર ઘાઘરેટીયા, જામસંગભાઈ ડોડીયા,ધિરજભાઈ રબારી એ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા તાલુકાના ગુંદાળા ગામ પાસે નંદલાલ કોટન ઈન્ટ્રસ્ટ્રીઝ સામેથી ઇક્કો ફોરવ્હીલર ગાડીમાંથી સુકો ભેજવાળો વનસ્પતિ જન્ય ગાંજો 4 કિલો 441 ગ્રામ તેની કિંમત 2 લાખ 25 હજાર 50 રૂપિયા, ઇક્કો ફોરવ્હીલર ગાડી કિંમત 2 લાખ રૂપિયા,મોબાઈલ ફોન-2 કિંમત 12,000 રૂપિયા મળી કુલ 4,37,050 રૂપિયાના મુદ્દામાલ સાથે દિવ્યેશભાઈ ઉર્ફ.પિન્ટુ ભુપતભાઈ નાથજી રહે.ઢસા તાલુકો ગઢડા તેમજ દિગ્વિજયસિંહ મહોબતસિંહ ગોહિલ રહે.પાટણા તાલુકો ગઢડા નામના 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે જઘૠ પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી એનડીપીએસએક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી સાથે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એ.જી.સોલંકી એ તપાસ હાથ ધરી છે..