ગોઢાણીયા મહિલા કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ‘શેપીંગ માઇન્ડ, શેપીંગ ફયુચર્સ’ શીર્ષક હેઠળ યોજાયેલ આયોજનમાં પોતાનો દ્રષ્ટિકોણ કર્યો રજૂ
વલ્લભીપુર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ગોઢાણીયા મહિલા કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ‘શેપીંગ માઇન્ડ, શેપીંગ ફયુચર્સ’ શીર્ષક હેઠળ યોજાયેલ આયોજનમાં પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો હતો.
સંશોધન એ શિક્ષણ જગતનો પ્રાણ છે.કારણકે સંશોધનએ શિક્ષણની ગુણવતા સુધારે છે.શિક્ષણની નવી પધ્ધતિઓ વિકસાવે છે.શિક્ષણના નિર્ણયો અને અભિગમ બદલવામાં માર્ગદર્શન આપે છે.વૈજ્ઞાનિક,વ્યવહારું અને વાસ્તવિક દ્રષ્ટિકોણ પૂરું પાડી શિક્ષકો અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને સમસ્યાઓ ઉકેલવાની સુઝ આપે છે.ક્રિયાત્મક સંશોધન સમય-શક્તિ અને નાણા ની દ્રષ્ટિયે ઓછું ખર્ચાળ છે.એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયેલ. એક દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમા પેપર રજુ કરનારડો. ભાવના આર. કેશવાલા (અધ્યાપક- અર્થશાસ્ત્ર) – ડો. કાજલ ડી. આગઠ,(અધ્યાપક- અર્થશાસ્ત્ર) – નવપ્રવર્તન અને યુવાપેઢી દ્વારા રાષ્ટ્રનિર્માણ,ડો. મધુબેન પી. ગલચર, રણજીતસિંહ સરવૈયા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સામાજિક જવાબદારી,ફાલ્ગુની મકવાણા 5 ફેક્લ્ટી મેમ્બર 1 રિસર્ચ સ્કોલર અને એમ.એ. અર્થશાસ્ત્ર સેમેસ્ટર- 4 ના 11 વિદ્યાર્થીઓના સંશોધન પેપર પ્રકાશિત થયેલ છે.
વૈભવી એચ. ચુડાસમા – સંશોધન તાલીમ અને શૈક્ષણિક અખંડિતતા અંગે જાગૃતિ,શ્ર્વેતા પરમાર – (શિક્ષણનું આંતરરાષ્ટ્રીયકરણ),.નિરાલી મેઘનાથી – દ્રષ્ટિ પુરોહિત – શિક્ષણનું મહત્વ ,રોશની બલેજા નવી શિક્ષણનીતિ અને વર્તમાન પ્રશ્ર્નો ,રાધિકા વડાણીયા ટકાઉ વિકાસ-પર્યવરણ અભ્યાસ,.નિશા વાઘેલા શિક્ષણક્ષેત્રમાં ભારત અને વૈશ્ર્વિક રાષ્ટ્રો – તુલનાત્મક અભ્યાસ,વર્ષા ઓડેદરા ,ભટ્ટી જાનવી ,.જયેશ વડોલિયા – ગુજરાત અને બિહાર રાજ્યના સંદર્ભમાં શિક્ષણનો તુલનાત્મક અભ્યાસ,.જયેશ મેઘનાથી,.રાહુલ ખૂંટી ટકાઉ વિકાસ અને પર્યાવરણીય અસરોનો અભ્યાસ) વિષય ઉપર પોતાના ભાવ પ્રગટ કર્યા હતા.
વલ્લભીપુર મુકામે સાંધોધન પેપર પ્રકાશિત થવા બદલ શ્રી માલદેવજીભાઈ એમ.ઓડેદરા ટ્રસ્ટનાં પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા, મેંનેજીગ ટ્રસ્ટીઅર્જુનભાઈ મોઢાવાડીયા, ટ્રસ્ટીભરતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી શાંતાબેન ઓડેદરા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઈ વિસાણા, કેળવણીકાર ડો. ભરડા , ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતનભાઈ શાહ અને એમ. એ. અર્થશાસ્ત્રનાં અધ્યક્ષ ડો. ભાવનાબેન કેશવાલા, ડો. નીતાબેન ખૂંટી, ડો. કાજલબેન ખૂંટી, વૈભવીબેન ચુડાસમા, ફાલ્ગુનીબેન મકવાણા, જાગૃુતિબેન કટારીયા તેમજ સર્વ કર્મચારીગણે વિધાર્થીઓને સંશોધન પ્રવૃતિમા નિરંતર સક્રિય રહેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.