પ્રખર માલિશ તેલ 20 જડીબુટ્ટી યુક્ત તેલ દ્વારા હાથ પગ સાંધાના દુખાવાના દર્દીઓને મસાજ કરી દેવામાં આવ્યા
પ્રાચી તીર્થ ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ દ્વારા 118 મો વિનામૂલ્યે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈદ,જનરલ ચેકઅપ કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પના દાતાશ્રી પ્રતાપભાઈ વંશ સરસ્વતી સ્કૂલ ર રાતિધાર તથા કરસનદાસ બાપુ ઉપવાસી મહંત શ્રીપાધેશ્વરી આશ્રમ મટાણા તથા શ્રી રણછોડદાસ બાપુ આંખ ની હોસ્પિટલના ડો. ધર્મેન્દ્ર સાહેબ તથા ડો. રોહિતભાઈ પટેલ પ્રાચી તથા ડો.ભગીરથસિંહ રાઠોડ ગોવિંદભાઈ બાંભણિયા સહિતના અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્બબોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આતકે સૌના માટે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય માટે 11 ગાયત્રી મહામંત્ર, તેમજ પાંચ મહામૃત્યુંજય મંત્રના સામુહિક જાપ કરવામાં આવેલ હતા તથા દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા ભેટ આપવામાં આવી તેમજ શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય ગુરુદેવના તપના 100 વર્ષ તેમજ અખંડ દીપકના 100 વર્ષ તેમજ માતા ભગવતી દેવીના 100 વર્ષની શતાબ્દી નિમિત્તે શાંતિકુંજ હરિદ્વારમાં શતાબ્ધી વર્ષ 19 થી 23 તારીખ સુધી જાન્યુઆરી 2026 માં ઉજવણી કરવામાં આવશે તેમને તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે તેમજ પૂજ્ય ગુરુદેવના સાહિત્ય અને દરેક દર્દીઓને ગાયત્રી ચાલીસા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન નો સંદેશ પાઠવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું કેમ્પના દાતાશ્રી પ્રતાપભાઈ વંશ સરસ્વતી સ્કૂલ રાતિધાર તથા તેમના પરિવારનુ સન્માન પરમ પૂજ્ય ગુરુદેવ ના દેવસ્થાપન ફોટો તથા ગુરુદેવ લિખિત સત સાહિત્ય ઉપવાસી કરસનદાસ બાપુ દ્વારા મોમેન્ટ આપીને સન્માન કરવામાં આવેલ હતુ આ કેમ્પમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલનાડો. ધર્મેન્દ્રસાહેબએ કુલ 240 દર્દીઓ ને તપાસી જેમાં થી 83 દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા જનરલ ચેકઅપ કેમ્પમાં ડો.ભગીરથસિંહ રાઠોડ સાહેબ માધવ ક્લિનિક થરેલી 70 થી વધુ દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી તથા ડાયાબિટીસના દર્દીઓને વિનામૂલ્યે રિપોર્ટ પણ કરી આપેલ હતા તથા હાર્ડવૈદ હમીરભાઇ પ્રાચીએ 20 જડીબુટ્ટી યુક્ત પ્રખર માલિશ તેલ દ્વારા 40 દર્દીને હાથ પગ સાંધા ના દુખાવા ના મસાજ કરેલ તથા દાતા તરફ થી સૌના માટે ચા – પાણી તથા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાંઆવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ) તથા નાથાભાઇ સોલંકી ( થરેલી રાહુલભાઈ રાઠોડ તથા પપ્પુભાઈ તથા જેઠાભાઈ રાઠોડ બોસન તથા નર્સિંગભાઈ વાઢેર છગિયા , નારણભાઈ વાળા પાદરુકા તથા સોનીબેન ગોરખમઢી, પ્રજ્ઞાબેન ચુડાસમા, વિશ્વેશ્વરી બેન ચુડાસમા શોભનાબેન તથા મુકેશભાઈ વાજા,પ્રાચી પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તથા રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિના સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.