Jai Hind

અમરેલી પોલીસે 10 હજારના ઇનામી આરોપીને પંજાબથી પકડી પાડયો

વિશ્ર્વાસઘાતના ગુનામાં આરોપી 11 વર્ષથી નાસતો ફરતો હતો

અમરેલીના રૂરલ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 11 વર્ષથી નાસતા ફરતા અને જેના ઉપર રૂપિયા 10,000 નું ઇનામ જાહેર થયેલ તેવા આરોપીને પંજાબ ખાતેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. પોલીસ ટીમે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવમાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સને 2014ની સાલમાં પંજાબ રાજ્યનાં ગુરૂદાસ જિલ્લાનાં સંઘર ગામે રહેતાં આરોપી પંજાબસિંગ ઉર્ફે દીપુ સકાતરસિંગ જાટ નામના ઇસમ સામે ગુન્હો નોંધાયો હતો. અને આ ગુનામાં છેલ્લા 11 વર્ષથી આરોપી નાસતો ફરતો હોય, આ આરોપી અંગેની બાતમી આપનારને રૂપિયા 10,000 ના ઇનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્રારા કરવામાં આવેલ ઠરાવ અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે અને ઘણા લાંબા સમયથી નાસતા ફરતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ-10 નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ અને આ આરોપીને પકડી પાડવા આરોપી દીઠ રૂપિયા 10,000 ની ઇનામની જાહેરાત કરેલ હતી. અને આવા લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને સુચના આપેલ હતી.ત્યારે અમરેલી એલ.સી.બી. ટીમે આ ઇનામી આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે શોધખોળ આદરી અને આ આરોપી પંજાબસિંગ ઉર્ફે દીપુ સકાતરસિંગ જાટને પંજાબ રાજયના ગુરદાસપુર જિલ્લાના ધારીવાલ તાલુકાના સંઘર ગામ ખાતેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.