Jai Hind

માંગરોળ પાલિકા દ્વારા કરાઈ રહેલા નાણાંકીય વ્યવહારો અટકાવવા માંગ

ગેરવહીવટના આક્ષેપો બાદ બેઠક નહી બોલાવાઈ હોવાની રજૂઆત

માંગરોળ નગરપાલિકા પ્રમુખ/ઉપ પ્રમુખ સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવહીવટ ના આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત આવ્યા ને આજે એક અઠવાડીયુ થવા છતાં ભાજપ શાસિત સુધરાઈ ના મહિલા પ્રમુખે બેઠક ન બોલાવતા આમ આદમી પાર્ટીના મહાવીરસિંહ ચુડાસમાએ ભાજપની આંતરિક સાઠમારી ના કારણે સુધરાઈના ઠપ્પ થઈ ગયેલ વહિવટ ના કારણે શહેરની જનતાને પડતી હાડમારી બાબતે કમિશ્ર્નર ,મ્યુનિ. એડમિનીસ્ટ્રેશન ગાંધીનગર, પ્રાદેશિક મ્યુનિ. કમિશ્નર,અગ્ર સચિવશ્રી શહેરી વિકાસ, જિલ્લા કલેકટર સહિતનાઓને પત્ર પાઠવી આ બાબતે તુરંત થી કાર્યવાહી કરવા અને લધુમતી માં મુકાયેલા મહિલા પ્રમુખ દ્વારા જ્યાં સુધી બહુમતી સાબિત ન કરે ત્યાં સુધી સુધરાઈના તેમના દ્વારા કરાઈ રહેલા નાણાકીય વ્યવહારો અટકાવવા તુરંત થી આદેશ કરવા માંગ કરી છે. માર્ચ-2025 માં 36 સભ્યો વાળી માંગરોળ નગરપાલિકામાં ભાજપે પોતાના 15 સભ્યો સાથે બસપાના ચાર સભ્યો નો ટેકો લઈને ભ્રષ્ટાચાર મુક્ત,સ્વરછ , પારદર્શક અને વિકાસ લક્ષી પ્રજાકીય શાશન આપવાના કોલ સાથે પચ્ચીસ વર્ષ પછી સત્તામાં વાપસી કર્યા ના દસ મહિનામાં જ ભવાની મંદિર(30લાખ) , હિન્દુ સ્મશાન(સવા બે કરોડ),વૃક્ષોનુ વાવેતર(40 લાખ), બોર(22લાખ તથા બીજા 20 લાખ મળી કુલ 42 લાખ બોર કરાવવા ના)), કેશોદ ચોકડી થી વેરાવળ બાયપાસ સુધી બનાવેલ રસ્તો(64 લાખ), લાઈટ ખરીદી (31લાખ 80 હજાર) ચોમાસામાં રસ્તા ના ખાડા બુરવા(33લાખ 97 હજાર), ચોમાસા બાદ તુટેલા રસ્તા ડામરના બનાવવા (80લાખ), માંગરોળ ને બદલે ઢેલાણા નવી પાણીની ટાંકી બનાવવા (4 કરોડ 31લાખ), ઉદ્યોગ નગરના ખુટીયાની હાઉસની દિવાલ 31લાખ 80 હજાર) આ કેમ્પસમાં આવેલા ફાયર સ્ટેશન ની દિવાલ માટે બીજા (18લાખ 91 હજાર) ઉપરાંત સુધરાઈની તિજોરીમાં એપ્રિલ,મે અને જુન એમ આ ત્રણ માસ માં જુદી જુદી સરકારી ગાન્ટો સહિતની આવકના રૂપિયા 5 કરોડ 61 લાખ પૈકી વિકાસ પાછળ બતાવાયેલ 4 કરોડ 67 લાખ 54 હજાર સહિત ના કરોડો ના વિકાસ કામો ( જે ક્યાંય જોવા મળ્યા નથી) ના કરોડો નાકૌભાડો હકિકતો આમ આદમી પાર્ટીના મહાવીરસિંહ ચુડાસમાએ સોશ્યલ મીડિયા માં જાહેર કરતા જનતાની સુખાકારી ના નામે કરાતી લુટ ની વિગતો જાણી શહેરની પ્રજા માં હાહાકાર મચી ગયો હતો પાર્ટી શિસ્તના નામે સભ્ય ન હોવા છતાં ભાજપના બે પદાધિકારીઓ એ સભ્યો ને અંધારામાં રાખી તેમની જાણ બહાર બંધ બારણે સર્વાનુમતે ના નામે ખોટા ઠરાવો લખી કરેલ ગેરરીતિઓ ખુલે તો તેની રીકવરી સભ્યો એ ચૂકવવાની થાય અને સરકારી તિજોરી ને આર્થિક નુકશાન પહોચાડવા બદલ ઠરાવો કરનાર સભ્યો અને નાણા ના ચુકવણા ના ખોટા બીલોમા સહીઓ કરનાર પ્રમુખ સહિતનાઓ સામે પોલીસ ફરીયાદો થાય તો બધાને જેલમાં જવું પડે તેવી સ્થિતિ ઉભી થતી જોઈ ભાજપમાં જ આ બે પદાધિકારીઓ સામે ઉઠેલ અવાજ અને નારાજગી જીલ્લા અને પ્રદેશ કક્ષા સુધી પાર્ટી ફોરમમાં રજુ કરવા છતાં વગદાર પદાધિકારીઓ ની ધાક ને કારણે આ અસંતોષ સામે આંખ આડા કાન કરવામાં આવતા છેવટે પ્રમુખ અને ઉપપ્રમુખની સામે અવિશ્વાસની દરખાસ્ત આવતા સતા ગુમાવવી પડે તેવી સ્થિતિ ઉભી થતી જોઈ જીલ્લા ભાજપ પ્રમુખ અને સાંસદ દ્વારા ભાજપ, બસપાઅને અપક્ષ સભ્યો ની સાથે બેઠકો કરવા છતાં કોઈ પરીણામ ન આવતા કોકડું ગુચવાયુ છે.