Jai Hind

ગઢડામાં પ્રેમ લગ્ન કરનાર યુગલને કાઢી મુકનાર પરિવારનું કાઉન્સેલીંગ કરાયું 181ની ટીમે સાસરીયાને સમજાવતા સાથે રાખવા તૈયાર થતા સુખદ મિલન

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મધ્યરાત્રિએ એક દંપતીએ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું હતું કે, સાસરી પરિવાર દ્વારા તેઓને બાળકો સહિત ઝગડો કરી કાઢી મુકવામાં આવેલ છે.ફરિયાદની ટેલીફોનીક જાણ થતાંની સાથે જ 181 ટીમના કાઉન્સેલર ખુશ્બુબેન પટેલ, મહિલા પો.કોન્સ્ટેબલ જયશ્રીબેન જાંબુકિયા તેમજ પાયલોટ અમિતભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર દંપતીની મદદ માટે દોડી ગયેલ હતા.આ દરમિયાન શિયાળાની મધ્યરાત્રિની ઠંડીમાં બાળકો સહીત દંપતી રસ્તા પર આવી જતા જોઈ કુતુહલ સર્જાયું હતું.આ બાબતે અભયમ ટીમ દ્વારા ઘટનાની વિગત મેળવતા જાણવા મળેલ કે દંપતીએ આજથી પાંચ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હતા. ત્યારબાદ તેઓને સંતાનમાં એક દીકરો (ઉ.વ.ત્રણ વર્ષ) તથા એક દીકરી (સાત મહિના) હાલ છે. પરંતુ પ્રેમલગ્ન કરેલ હોવાથી નારાજ સાસરિયા દ્વારા અવાર નવાર તેઓને માનસિક પ્રતાડિત કરી ઘરમાં સાથે નહીં રાખવા ઝઘડો થતો હતો.આ ઝઘડો હદ વટાવતા સાસરીયા દ્વારા તેઓનો કોઈ હક નથી તેવું કહી મધ્યરાત્રીએ ઘરેથી કાઢી મુકેલ હતા. જેના પગલે અભયમ ટીમ દ્વારા પીડિત દંપતી સાથે તેના સાસરીમાં ગયેલ અને તેમના સાસુ અને જેઠ સાથે વાતચીત કરી મહિલા અને તેના પતિને સાથે રાખી અસરકારક કાઉન્સેલિંગ કરી ઝીણવટપૂર્વક સમસ્યા સમાધાન અંગેની ચર્ચા કરેલ.અંતે પરિણામ સ્વરૂપે ઝઘડાનું સમાધાન કરી મહિલાએ પ્રેમપૂર્વક એના પતિ અને બાળકો સાથે સાસરી પરિવારમાં રહેવાનું નક્કી કરેલ.આમ 181 અભયમ ટીમના અસરકારક પ્રયત્નોથી ઘરેથી બહાર કાઢી મુકેલ દંપતીને સાસરી પરિવાર ભૂતકાળ ભુલાવી સુખદ રીતે અપનાવવા તૈયાર થયેલ હતો. જેના પગલે પીડિત દંપતી દ્વારા પણ 181 અભયમ ટીમ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો…