ન્હાવા પડેલા 6 વર્ષના પુત્રને બચાવવા જતા પિતા પણ ડૂબી જતાં સર્જાઇ કરૂણાંતિકા
પડધરી ના ખોખરી ગામે ખેત મજૂરી થી આવેલા પિતા પુત્ર લાપતા થયા બાદ મોકલવાથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી છ વર્ષનો પુત્ર નાહવા પડતા ડૂબ્યો હતો જેને બચાવવા પિતા પણ પાણીમાં કુદ્યા હતા પરંતુ પિતા પુત્રના ડૂબી જવાથી મોત નીકળ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પિતા પુત્રના મોતથી શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પડધરી તાલુકાના ખોખરી ગામે ખેત મજૂરી અર્થે આવેલા રાજેશ જુવાનસિંહ ડાવર (ઉ.વ.27) અને તેના પુત્ર અરુણ રાજેશ ડાવર (ઉ.વ.6) ના ઉનટેમ વોકળામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા પડધરી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી પિતા પુત્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજેશ ડાવર મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને બે ભાઈમાં મોટો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે રાજેશ ડાવર દારૂની કુટેવ ધરાવતો હતો અને તેના મોટા પુત્ર અરુણને લઈને ઘરેથી નીકળી ગયો હતો અરુણ ઉનટેમ વોકળામાં ન્હાવા પડતા ડૂબ્યો હતો જેને બચાવવા પિતા રાજેશભાઈ ડાવર પાણીમાં કુદીયા હતા પરંતુ પિતા પુત્ર બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી જવાથી મોત નીપજયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.