Jai Hind

હવે મારે મરવા સિવાય કોઇ રસ્તો નથી: યુવાનનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ ગીર ગઢડા : નવા ઉગલાના યુવાને સાસરિયાના ત્રાસથી જીંદગી ટુંકાવી


‘મારી પત્ની બીજા સાથે ભાગી તો પણ મેં સાચવી, હવે છૂટાછેડાના બે લાખ માગે છે’, પત્ની-સાસરિયાના ત્રાસથી યુવકની આત્મહત્યા : અગિયાર મહિનામાં જ માળો વિખાયો : પરિવારમાં શોકનો માહોલ

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામ માં રહેતા યુવકે પત્ની અને સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.યુવકે મરતાં પહેલાં એક વીડિયો બનાવીનેસાસરિયાં પર આક્ષેપ કર્યા છે. આ અંગે મૃતકના પિતાએ પણ
પણ આક્ષેપ કર્યા છે. આ અંગે મૃતકના પિતાએ પણ પુત્રના મોતનું કારણ તેનાં સાસરિયાં હોવાનું જણાવ્યું છે. આ અંગે હાલ પોલીસે એ.ડી. નોંધ કરીને આગળ ની તપાસ હાથ ધરી છે.11 મહિના પહેલાં જ યુવકના લગ્ન થયા હતા
આ અંગે મળતી માહિતી મુજબ ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા ધનાભાઈ સોંદરવા મોટા પુત્ર ગોપાલના પહેલા લગ્ન ગીર ગઢડા તાલુકાના એક ગામે થયા હતા, જોકે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બાદ ગોપાલના બીજા લગ્ન 11 મહિના પહેલાં વિસાવદર તાલુકાના વેકરિયા ગામે રૂપલ નામની યુવતી સાથે થયા હતા.
બંને વચ્ચે અણબનાવ થતાં પત્ની પિયરમાં રહેતી હતી લગ્ન બાદ થોડા સમયમાં જ પતિ પત્ની વચ્ચેઅણબનાવ થતાં રૂપલ તેનાં માતા-પિતાના ઘરે વેકરિયા મુકામેરહેવા ચાલી ગઈ હતી અને પતિ ગોપાલ પર કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. એ મામલે ગોપાલને વારંવાર માનસિક હેરાન કરવામાં આવતો હોવાના આક્ષેપકરવા માં આવ્યા છે. સતત માનસિક પરેશાન કરવામાંઆવતાં કંટાળી ગયેલા ગોપાલે ગઈકાલે રડતાં રડતાં સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો.

મારા દીકરાએ એની પત્ની અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરી છે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે
આ અંગે મૃતક ગોપાલના પિતા ધનાભાઈ સોંદરવાએ જણાવ્યું કે મારા દીકરાએ તેની પત્ની અને સસરાના ત્રાસથી આત્મહત્યા કરી છે. આજે અમે પોલીસ ફરિયાદ કરવા જવાના છીએ. મારાદીકરાનામોતપાછળ જે જવાબદાર હોય તેમની સામે પગલાં ભરવામાં આવે એવી અમારી માગ છે.દીકરાની આત્મહત્યાથી પરિવાર માં શોકનો માહોલ આ બાબતે ગીર ગઢડા પી. આઈ. એન.એ.વાઘેલા સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે યુવકની આત્મહત્યા બાબતે રાત્રે એ.ડી. દાખલ કરવામાં આવી છે. હજી કોઇ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરિવારજનો ફરિયાદ આપવા આવશે ત્યારે પોલીસ ધોરણસરની ફરિયાદ નોંધી આગળની તપાસ કરશે.

મારી આત્મહત્યાનું કારણ મારા સસરા, મારી પત્ની, મારો સાળો તેમજ મારો વકીલ છે
ગોપાલ સોંદરવા મૃતકના અંતિમ શબ્દો ‘આ લોકો છૂટા છેડાના 2 લાખ રૂપિયા માગે છે’ વીડિયોમાં ગોપાલ કહે છે કે મારાં મા-બાપ, બહેન, ભાઈ… મારથી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો, હવે હું આત્મહત્યા કરવા જાઉં છું. આ આત્મહત્યાનું કારણ મારા સસરા, મારી પત્ની, મારો સાળો તેમજ મારો વકીલ છે. છૂટાછેડા કરવાના અત્યારે આ લોકો 2 લાખ રૂપિયા માગે છે, પણ મારી પાસે અત્યારે એકપણ રૂપિયો નથી. હું બધાથી અલગ રહું છું, અત્યારે મારી પર અત્યાચાર કરે છે અને મારી આત્મહત્યા પાછળ આ લોકો જજવાબદારછે.ગોપાલ વધુમાં જણાવે છે કે હું સરકારને વિનંતી કરું છું કે મને ન્યાય આપજો. મારી પત્ની બીજાને લઈને ભાગી ગઈ તોપણ મેં સાચવી અને અત્યારે મારી પર જેમ ફાવેએમ અત્યાચાર કરે છે. ઉપરથી 2 લાખ રૂપિયા માગે છે. મારી આત્મહત્યા કરવા પાછળનું કારણ મારી પત્ની રૂપલ, મારા સસરા મનસુખભાઈ ઉગાભાઈ પરમાર, મારો એડવોકેટ તેમજ રૂપલની ફઈ શોભા છે.
અનાજમાં નાખવાના ટીકડા ખાઈ પિતાને ફોન કર્યો
વિડિયો બનાવતા પહેલા પોતાની આપવીતીસંભળાવી વિડિયો બનાવ્યા બાદ વાયરલ કરીને ગોપાલે અનાજ માં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. એ બાદ તેના પિતા તુલસીશ્યામ મુકામે મજૂરીકામ કરવા ગયેલા હોઈ, તેમને ફોન કરી ગોપાલે માફી માગી હતી અને ટીકડા ખાઈ લીધા હોવાનું જણાવ્યું હતું. પુત્રએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાની જાણ થતાં જ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા અને રાત્રિના ઉના સરકારી દવાખાને લાવ્યા હતા. જ્યાં ફરજ પરનાતબીબેગોપાલ ને મૃત જાહેર કર્યો હતો.આ અંગેની જાણ ગીર ગઢડા પોલીસને જાગ કરાતાંપોલીસ હોસ્પિટલે આવી પહોંચી હતી, જ્યાં ગોપાલના પિતાનું નિવેદન નોંધ્યું હતું અને ગીરગઢડા પોલીસે મૃતકના પિતાને જણાવ્યું કે તમે ગોપાલના ક્રિયાકર્મનું કામ પૂર્ણ કરી પોલીસ સ્ટેશન પર આવજો, પછી ફરિયાદ નોંધીશું. હાલ પરિવારજનોએ તેમના પુત્રનું પી.એમ.થયા બાદ તેમના ગામ નવાઉગલા લઈ ગયા હતા આ ઘટના બાદ પરિવારમાં શોક નો માહોલ છવાઈ ગયો છે.