બંનેના ઘટના સ્થળે જ મોત: પોલીસ પી.એમ કરાવી બોડી તેમના પરિવારજનોને સોંપી
તાલાલા તાલુકાનાં બોરવાવ ગીર ગામે પાડોસમાં રહેતા સગીર યુવતી તથા તેમના મિત્રએ સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરતા ગામમાં અરેરાટી પ્રસરી ગઈ છે. બોરવાવ ગીર ગામના કાળુભાઈ ભીખાભાઈ સોરા ની 15 વર્ષની પુત્રી હિનાબેન બપોરના સમયે બાજુમાં રહેતા તેમના મિત્ર ભાવેશભાઈ લખુભાઈ બગડા ઉ.વ.24 વાળા નાં ઘરે ગયેલ ત્યારબાદ ગમે તે કારણોસર બંનેએ છત ઉપર દોરી બાંધી ખુરશી ઉપર ઉભા રહી સજોડે ગળાફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી..આ બનાવ સમયે ભાવેશની માતા સીમમાં લાકડા લેવા ગયેલ હતી.આ બનાવની યુવતિના પિતાએ તાલાલા પોલીસને કરતા પોલીસ બનાવનાં સ્થળે દોડી ગઈ હતી.બંને બોડીને તાલાલા હોસ્પિટલે લાવી પી.એમ કરાવ્યું હતું.બંને વચ્ચે પ્રેમ હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.આ બનાવ અંગે જમાદાર પ્રવિણભાઈ વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.