ભાવનગરના બુધેલ ગામે માતાને ભગાડી જનારા પ્રેમીના હત્યારા પુત્રને આજીવન કેદની સજા

સામા પક્ષે મહિલા આરોપીને બે વર્ષની કેદની સજા

સાડા ત્રણ વર્ષ પુર્વે ભાવનગર નજીકના બુધેલ ગામે આરોપીની માતાને ભગાડી જનાર શખ્સ ઉપર આરોપીએ જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નિપજ્યુ હતુ. આ બનાવ હત્યામાં પરીણમ્યો હતો. આ બનાવની વરતેજ પોલીસ મથકમાં હત્યા સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગર ની અદાલતમાં ચાલી જતા અદાલતે મુખ્ય આરોપીને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. જ્યારે સામાપક્ષે થયેલી મારામારી માં સંડોવાયેલી એક મહિલા આરોપીને પણ અદાલતે બે વર્ષની સજા ફટકારી હતી.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ આ કામના ફરીયાદી નીતાબેન બુધાભાઈ મેરે પોતાના મરણજનારના ભાઈ કાળુભાઈ રવજીભાઈ મકવાણા ને આ કામના આરોપી કાનાભાઈ પોપટભાઈ રાઠોડ ના મમ્મી સાહેદ ગીતાબેન વા/ઓ પોપટભાઈ રાઠોડને 5 વર્ષ પહેલા એક દિવસ માટે ભગાડીને લઈ ગયેલ હોય જેની દાઝ રાખી આરોપીએ ફરીયાદીના ઘરે આવી ફરીયાદી તથા મરણજનારને ગાળો દઈ ફરીયાદીના ભાઈ કાળુભાઈ રવજીભાઈ મકવાણા ને છાતીમાં છરીના બે ઘા મારી જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઘવાય.લા કાળુભાઈ નું મોત નિપજતા આ મારામારીનો બનાવ હત્યામાં પરીણમ્યો હતો.
આ બનાવની વરતેજ પોલીસ મથકમાં ગત તા. 20/7/2022 ના રોજ ફરીયાદ નોંધાતા પોલીસે આરોપી કાનાભાઈ પોપટભાઈ રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગર ના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા ની અદાલતમાં ચાલી જતા અદાલતે ભાવનગર ના જીરલ્લા સરકારી વકિલ મનોજભાઈ જોષી ના અસરકારક દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આરોપી કાનાભાઇ પોપટભાઈ રાઠોડ ની સામે ઈ.પી.કો. કલમ 302 સહિતનો ગુનો સાબીત માની આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડ રૂપીયા 25 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.
જ્યારે સામાપક્ષે મારા મારી થતા મરણજનાર કાળુભાઇ તથા તેમના બહેન આરોપી નીતાબેન તથા નીતાબેનના સાસુ આરોપી કમુબેન પણ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ પણ આજે ચાલી જતા ભાવનગર ના પ્રિન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ મુલીયા એ સરકારી વકિલ મિતેષ મહેતાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી આ ગુનામાં સંડોવાયેલા આરોપી નીતાબેનને બે વર્ષની કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ