માર્ગ મકાન વિભાગ દ્વારા ગ્રામજનોને સુવિધા મળશે
ઉના તાલુકાના અહેમદપુર-માંડવી વાંસોજ કોબ રોડનું વાઈડનિંગ કાર્ય માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ઝડપી કામગીરીથી શરૂ કરાતાં ગ્રામજનો માટે વાહનવ્યવહાર વધુ સરળ બનશે.સમગ્ર રસ્તાને 3.75 મીટરમાંથી 7 મીટર પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, ગામતળમાંથી પસાર થતા રસ્તાઓને સી.સી. રોડથી મઢવામાં આવશે. આ રસ્તાની કામગીરીથી માંડવી, વાંસોજ, ઓલવાણ, પાલડી, તડ, ભીગરણ અને કોબ જેવા ગામોના લોકોને સીધી સુવિધા મળશે. હાલમાં, ભીગરણ ગામમાં સી.સી. રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.