Jai Hind

ઉનાના નાઠેજ ગામે અનુસુચિત પરીવારની વહારે આવ્યા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ

બિમારી થી પિડીત ને આર્થિક સહયોગ કરી વિના મૂલ્યે સારવાર આપવા ભલામણ કરી

ઉના તાલુકાના નાઠેજ ગામના અનુસુચિત પરીવારનના ભરતભાઈ પોલાભાઈ મારૂના ધર્મપત્ની કાજલબેન મારૂ ઘણાં સમયથી બીમારી થી પીડાય રહ્યા હોય આર્થિક સંકટ થી સારવાર નહીં લઈ શકતા હોવા અંગે નાઠેજ ગામના ભાજપા ના કાર્યકર વિજાભાઈ સોસા એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડને પરીવાર ની પરિસ્થિતિ અંગે વાકેફ કરતાં તાત્કાલિક ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ જીલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન ડાયાભાઈ જાલોધરા સહિત આગેવાનો નાઠેજ ગામે દોડી જઇ ને પિડીત પરીવાર ની જાણકારી મેળવી તેને આર્થિક સહાય આપી હતી અને સારવાર લેવા આશ્ર્વાસન આપ્યું હતું કાળુભાઈ રાઠોડે આ પરીવારને રોકડ આર્થિક સહયોગ ની સાથે બિમાર કાજલબેનને મહુવાની જઘજ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર મળે તેવી ભલામણ કરી હતી. આમ ગરીબ પરીવાર ની વહારે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ આવી ને એક માનવંતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું