રોટલી મામલે લગ્ન પ્રસંગ સમરાંગણ બન્યો ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગે રોટલી બાબતે જાનૈયા-માંડવીયા વચ્ચે સશસ્ત્ર ધિંગાણું ખેલાયું


આરોપીએ ફોર વ્હીલ પુરઝડપે ચલાવીને ક્ધયાના પિતા અને અન્યો પર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો: બન્ને પક્ષે સામસામી ફરિયાદ

અમરેલી જિલ્લામાં લગ્નની મૌસમ શરૂ થઈ જવાં પામેલ છે. લોકો લગ્નની મોજ માણતાં હોય છે. ત્યારે ધારી તાલુકાના ખીસરી ગામે યોજાયેલ એક લગ્નમાં જાનૈયા અને માંડવીયા વચ્ચે જમણવારમાં રોટલી ધટતા અને રોટલી વધુ આપવા બાબતે બે જુથ વચ્ચે સશત્ર ધીંગાણું થતાં અને મારી નાખવાં ઇરાદે બે ફોર વ્હીલ માથે ચડાવી દેવાની તથા ફોરવ્હીલથી લગ્નમાં મોટર સાયકલ લઈ આવેલાં લોકોની બહાર પડેલ મોટર સાયકલ ઉપર ચડી જવાની ઘટનામાં બંને પક્ષનાં અનેક લોકો ઘવાતા આ અંગે સામસામી પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
ધારી તાલુકાના ખીસરી ગામે રહેતાં બાબુભાઇ દામાભાઇ ચારોલીયાની દીકરી સોનલબેનના લગ્ન પ્રસંગમાં ગઈકાલે બપોરનાં 1-30 વાગ્યાનાં સમયે ખીસરી ગામે જમણવાર ચાલુ હતો. અને તે લગ્ન પ્રસંગમાં રોટલી ધટતા અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતાં આરોપી અંકીતભાઇ ઉર્ફે દિનેશભાઇ વિનુભાઇ વાધેલાએ વિપુલભાઇ દામાભાઇ ચારોલીયાને રોટલી વધુ આપવા ગાળો આપવા લાગેલ જેથી ગાળો આપવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઈ અને વિપુલભાઇનું ગળુ પકડી માર મારતા વિપુલભાઇ બીઇ ગયેલ અને બાબુભાઇ દામાભાઇ ચારોલીયાના ઘર તરફ ભાગવા લાગેલ જેથી આ બાબુભાઇ તથા અન્ય લોકો વિપુલભાઇને વધુ મારમાંથી બચાવવા સારૂ પાછળ જતા આરોપી અંકીતભાઇ ઉર્ફે દિનેશભાઇ વિનુભાઇ વાધેલા સહિત પાંચ આરોપીઓએ એક સંપ કરી, ગેરકાયદે મંડળી રચી, પોતાના હાથમાં લાકડી અને લાકડાના ધોકા જેવા હથિયારો લઈ અને તે હથિયારો વડે કેશુભાઈને આડેધડ માર મારી કેશુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા કરી, તથા અન્ય લોકોને માર મારી સામાન્ય ઇજાઓ કરી હતી, ત્યારે અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતાં આરોપી ભરત વિનુભાઇ વાધેલાએ દીકરીનાં બાપ બાબુભાઇ દામાભાઇ ચારોલીયા તથા અન્ય લોકોને મારી નાખવાના ઇરાદે પોતાની ફોરવ્હીલ બોલેરો ગાડી ચાલુ કરી ફુલ સ્પીડમાં ચલાવી અને તેઓ પર ચડાવી દેતા પ્રકાશભાઇની માથે બોલેરો ફોરવ્હીલ ચડાવી દઇ તેને માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી. તેમજ ધારી તાલુકાના સરસીયા ગામે રહેતાં પરેશભાઇ ભનુભાઇ માથાસુળીયા નામનાં આરોપીએ પોતાની ફોરવ્હીલ ગાડી પુરઝડપે ચલાવી બાબુભાઇ તથા અન્ય લોકોને મારી નાખવાના ઇરાદે તેના ઉપર ચડાવવા જતા બહાર પડેલ મોટર સાયકલો ઉપર તેની અલ્ટો ચડી જતા તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
તો સામા પક્ષે આ જ બનાવમાં અમરેલી તાલુકાના દેવળીયા ગામે રહેતાં વિનુભાઇ ભગવાનભાઇ વાધેલા નામનાં 60 વર્ષીય વૃધ્ધના ભાઇના દિકરાના દિકરા મંગળુભાઇ મનીષભાઇ વાધેલાની જાન ખીસરી ગામે આવેલ હોય અને લગ્ન પ્રસંગની જમણવારી ચાલુ હોય ત્યારે આ વૃધ્ધ તથા તેમનાં દિકરા દિનેશભાઇ ઉર્ફે અંકીતભાઇ વધુ રોટલી લેવા માટે ગયેલ હોય ત્યારે આરોપી વિપુલભાઇ દામાભાઇ ચારોલીયાએ દિનેશભાઇ ને વધુ રોટલી આપવાની ના પાડી બોલાચાલી કરી ગાળાગાળી કરવા લાગેલ અને ઢીકાપાટુના માર મારવા લાગેલ હતા. જેથી આ વૃધ્ધ વચ્ચે પડી બચાવેલ હતા. ત્યાર બાદ વૃધ્ધ તથા અન્ય લોકો ખીસરી ગામે પુલ ઉપર જતા રહેલ હતા. ત્યાં ધારી તાલુકાના ખીસરી ગામે રહેતાં આરોપી વિપુલભાઇ દામાભાઇ ચારોલીયા, હસમુખભાઇ દામાભાઇ ચારોલીયા, બાબુભાઇ દામાભાઇ ચારોલીયા, ભાવેશભાઇ જેહાભાઇ ચારોલીયા તથા જેહાભાઇ વાલાભાઇ ચારોલીયાએ એકસંપ કરી ગેરાકાયદે મંડળી રચી પોતાના હાથમા લાકડી તથા લાકડાના ધોકા લઇને પુલ ઉપર જઇ આ વૃધ્ધને ડાબા કાન ઉપર લાકડીનો એક ધા મારી દઇ ગંભીર ઇજાઓ કરેલ હતી. અને દિનેશ ઉર્ફે અંકીત તથા ભરતભાઇ વિનુભાઇ તથા રોહીતભુપતભાઇ વાધેલા વચ્ચે પડી વૃધ્ધને વધુ મારમાંથી બચાવેલ હતા. તથા અન્ય લોકોને નાની મોટી ઈજાઓ કર્યાની તથા વૃધ્ધ સહિતને જાનથી મારી નાખવાની ધકમી આપ્યાની સામી ફરિયાદ નોંધાય છે.

રિલેટેડ ન્યૂઝ