ઉપલેટામાં પત્નિથી કંટાળી ગુપ્તાંગ વાઢી યુવાનનો આપઘાતનો પ્રયાસ

છરી વડે ગળા અને હાથમાં પણ કાપા કર્યા : સારવારમાં ખસેડાયો

ઉપલેટામાં ત્રણ સંતાનના પિતાએ વિચિત્ર રીતે આપઘાત પ્રયાસ કર્યો હતો. પત્નીથી કંટાળી યુવકે પોતાનંલ જ ગુપ્તાંગ વાઢી નાખ્યું હતું. છરી વડે ગુપ્તાંગ કાપ્યા બાદ ગળામાં અને હાથે પણ છરકા માર્યો હતા. પોલીસને કહ્યું ‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ આ અંગે ઉપલેટા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, ઉપલેટાના ઈશરાના પાટીયા પાસે પટેલ એગ્રી ઓઇલ મિલ નામના કારખાનામાં આવેલી રૂમામાં ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ 40 વર્ષીય યુવક બેભાન હાલતમાં લોહી લુહાણ પડેલ હોય તેને તત્કાલ અન્ય શ્રમિકોએ ઉપલેટા સરકારી દવાખાને ખસેડ્યો હતો. ડોક્ટરે તપાસતા જાણવા મળેલ કે, યુવકનું ગુપ્તાંગ કપાયેલું હતું. તેના ગળામાં, હાથમાં, છાતીમાં ઇજાના નિશાન હતા. હાલત ગંભીર જણાતા તત્કાલ યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી હતી. પુછપરછમાં ખુલ્યું હતું કે, આ યુવક કારખાનમાં મજૂરી કરે છે. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. તેણે જાતે છરી વડે પોતાનું ગુપ્તાંગ કાપી નાખ્યું હોવાનું અને જાતે જ છાતીમાં અને હાથે તથા ગાળામાં છરીના ઘા માર્યા હોવાનું કહ્યું હતું. શ્રમિકોએ જણાવ્યું કે, યુવકે લગભગ તા. 23ના રોજ રાત્રે આ પગલું ભર્યું હતું. પણ રૂમમાં કોઈ ગયું ન હોય, યુવક લોહી લુહાણ પડ્યો રહ્યો હતો. પછી કોઈ મજૂરનું ધ્યાન જતા આ બનાવ સામે આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, બનાવ પહેલા યુવકને તેની પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેનાથી કંટાળી આ પગલું ભર્યું હોય શકે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. હાલ યુવક સારવાર હેઠળ છે.

રિલેટેડ ન્યૂઝ