3 નરાધમે ફોટા-ઓડિયો વાઇરલ કરવાની ધમકી આપી, પરણિતાએ આબરૂ જવાની બીકે ફાંસો ખાધો, 3 માસૂમ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી: ધીરૂ બારૈયા બુટલેગર અને ભાજપનો શોસિયલ મિડીયા કાર્યકર છે
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામે એક હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે. પડોશમાં રહેતા ત્રણ માથાભારે શખસ દ્વારા ફોટા અને ઓડિયો રેકોર્ડિંગ વાઇરલ કરવાની ધમકી અપાતા,એક પરણિતા એ આબરૂ જવાની બીકે ફાંસો ખાઈ જીવનટૂંકાવ્યું છે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, મૃતક મહિલા ગર્ભવતી હતી અને તેમની ત્રણ માસૂમ પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
વાંસોજ ગામે રહેતા ભુપતભાઈ સોલંકી અને તેમના પત્ની ભાવનાબેન પોતાની ત્રણ પુત્રી સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા હતા. જોકે, તેમના પડોશમાં રહેતા ધીરુ જીવા બારૈયા, ઉમેશ જીવા બારૈયા અને સંજય જીવા બારૈયા નામના ત્રણ શખસ છેલ્લા બે મહિનાથી ભાવનાબેનને માનસિક ત્રાસ આપી રહ્યા હતા. આરોપી
ઉમેશ પાસે ભાવનાબેનના કેટલાક ફોટા અને રેકોર્ડિંગ હોવાનું કહી તેને વાઇરલ કરવાની સતત ધમકીઓ આપતો હતો.
ગત તારીખ 24ના રોજ રાત્રિના આશરે 10:30 વાગ્યે, જ્યારે ભુપતભાઈ અને ભાવનાબેન ઘરે હતા અને તેમની પુત્રીઓ સુઈ ગઈ હતી, ત્યારે આ ત્રણેય શખસ તેમના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ દંપતીને ઘરની બહાર બોલાવી જાહેરમાં અપમાનિત કર્યા હતા અને ધમકી આપી હતી કે, તમે જોઈ લેજો, તમારી ઈજ્જત અને આબરૂ અમે કાઢી નાખીશું આ ધમકીથી ગભરાયેલા ભાવનાબેને પોતાની સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ડરથી બાજુના રૂમમાં જઈ પંખા સાથે લટકી ફાંસો ખાઈ લીધો હતો.ભાવનાબેને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરતા પહેલાં રાત્રે 11:47 વાગ્યે પોતાના મોબાઈલ સ્ટેટસમાં પોતાની દીકરી સાથેનો ફોટો મૂક્યો હતો. આ સ્ટેટસ કદાચ તેમની છેલ્લી સંવેદના હતી.
ઘટનાની જાણ થતા જ નવાબંદર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના પતિ ભુપતભાઈએ ત્રણેય આરોપી વિરુદ્ધ મરવા મજબૂર કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. એફ. એસ. એલ.(ઋજક)ની ટીમે ઘટનાસ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા છે.ઙજઈં એમ.એ. રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતક અને આરોપી વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટ કબજે કરવામાં આવી છે. આરોપીઓના મોબાઈલ ફોન પણ એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્યા છે જેથી ડિલીટ કરેલા રેકોર્ડિંગ અને ડેટા રિકવર કરી શકાય.
પોલીસમાં ખોટી અરજી કરી દબાણ બનાવ્યું
તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી ઉમેશે અગાઉ પોલીસમાં ખોટી અરજી કરી હતી કે ભુપત ભાઈએ તેની પાસેથી 50 હજાર રૂપિયા લીધા છે. આ બાબતે દંપતી પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા પણ ગયું હતું. આરોપીના પરિવારના સભ્યોએ પણ અગાઉ ઘરે આવીને ભાવનાબેન ને ઠપકો આપી માનસિક રીતે તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
સામાજીક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ડરથી રૂમમાં જઈ પંખે લટકી ફાંસો ખાધો : ભુપતભાઇ સોલંકી
ભાવનાબેન એ સામાજિક પ્રતિષ્ઠા ખરડાશે તેવા ડરથી ફાંસો ખાધો હતો 50 હજાર રૂપિયા લીધા હોવાની ખોટી અરજી અને ફોટા-ઓડિયો રેકોર્ડિંગ વાઈરલ કરવાની ધમકીને તેના કારણે મારી પત્ની ભાવનાએ આ પગલું ભર્યું હોવાનું મૃતક મહિલા ના પતિ ભુપતભાઈ સોલંકી એ જણાવ્યું હતું
સ્ટેટસમાં છલકાઇ અંતિમ સંવેદના, ત્રણ નાની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવી
મૃતક ભાવનાબેન ગર્ભવતી હતા, જેના કારણે પરિવારે બે જીવ ગુમાવ્યા છે. તેમની ત્રણ નાની પુત્રીએ માતાની છત્રછાયા ગુમાવતા આખું ગામ હિબકે ચડ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં માથાભારે શખ્સો વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ આ કેસમાં કડક કાર્યવાહી કરી રહી છે. આ મામલાની વધુ તપાસ નવાબંદર ઙ.જ.ઈં. એમ.એ. રાઠોડ ચલાવી રહ્યા છે.
આરોપી ધીરૂ જીવા બારૈયા વાસોજ ગામનો બુટલેગર અને ભાજપનો શોસિયલ મિડીયા કાર્યકર છે
મહિલા ને બદલામ કરી તેને ધમકી આપી મરવા મજબૂર કરનાર 3 આરોપી પૈકી ધીરુ જીવા બારૈયા વાસોજ ગામ નો ભાજપ નો કાર્યકર છે અને શોસિયલ મિડીયા સેલ સંભાળતો હતો અને અનેક વખત દારૂ મા પકડાયેલ બુટલેગર હોવાનું લોકો મા શુર ઉઠયો છે
