પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનો ખોટો આરોપ લગાવી અજાણ્યા શખ્સે મહંત પાસે પૈસાની કરી હતી માંગ
મેંદરડાના ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુને ધમકી આપી ખંડણી માંગનારને પોલીસે ઝડપી લીધો છે, સુખરામદાસ બાપુ એ પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનો ખોટો આરોપ લગાવી, અજાણ્યા શખ્સે મહંત પાસે પૈસાની કરી હોવાની જાણવા મળી રહ્યું છે.
મેંદરડાની ખાખી મઢીના મહંત અને મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને અજાણ્યા શખ્સ દ્વારા ફોન પર ધમકી આપી ખંડણી માંગવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીએ મહંતને તેમના પ્રવચન દરમિયાન જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનો ખોટો આરોપ લગાવી, તેમની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ કથિત વિવાદમાં સમાધાન કરવાના બહાને શખ્સ દ્વારા મહંત પાસે નાણાંની માંગણી કરવામાં આવી હતી, જેનાથી વ્યથિત થઈ બાપુએ કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
આ ઘટના અંગે મહંત સુખરામદાસ બાપુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બાપુએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન આપતા નથી, તેમ છતાં આવા અસામાજિક તત્વો દ્વારા સંતોની છબી ખરડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગત 16 જાન્યુઆરીએ તેમને ધમકીભર્યો ફોન આવ્યો હતો. બ્લેકમેઇલ કરનાર શખ્સે પૈસા ન આપવા બદલ ખોટા કેસમાં ફસાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે બાપુએ મેંદરડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ડીવાયએસપી. ને લેખિત રજૂઆત કરી હતી.
મહંતની ફરિયાદને આધારે મેંદરડા પોલીસે આરોપી વિરુદ્ધ ખંડણી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી, પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી તપાસનો ધમધમતો કરી ગણતરીના દિવસોમાં જ આરોપી નરેશ વાઘેલાને શોધી કાઢી, તેની ધરપકડ કરી, હાલ આગળની વધુ તપાસ હાથ ધરી છે.
