જિલ્લા પંચાયત ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં જિલ્લા પંચાયત કચેરી ખાતે સોમવારે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન કચેરીના નિષ્ઠાવાન અધિકારીઓ, કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની આયુર્વેદ શાખામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો. વિવેકભાઈ વી. શુક્લાની ફરજ નિષ્ઠાની નોંધ લઇ, તેઓ વિવેકી, કર્મનિષ્ઠ તથા કામને સમર્પિત કર્મચારી હોવાથી તેમને જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોર દ્વારા ઉપપ્રમુખ અનિલ ચાવડાના હસ્તે ખાસ પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બદલ ડો. વિવેક શુક્લાને ઉપસ્થિત સૌ અધિકારીઓ, કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.
