ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસાવદર ભેંસાણ ના પૂવે ધારાસભ્ય હષેદભાઈ રીબડિયાને ઘરે લઘુબંધુ દિનેશભાઈ રીબડીયાની દીકરીના લગ્ન પ્રસંગે હાજરી આપી હતી.ખેડુત નેતા તરીકે પ્રસિદ્ધ હષેદભાઈ રીબડિયાના સમગ્ર પરિવારે અતિ હષેની લાગણીઓ સાથે મોંઘેરા મહેમાન તરીકે મૃદુ તથા મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવકાર્યા હતા.આ સમયે મુખ્યમંત્રીશ્રીએ પોતાના સરળ સંદેશ સાથે રીબડીયા પરિવારની દિકરીના પ્રભૂતાના પગલાં પાડી અને નવજીવન તરફની શુભકામનાઓ સાથે આશીર્વાદ પણ આપ્યા હતા.સમગ્ર તંત્ર એ પણ મુખ્યમંત્રીના આગમન સમયે સંપૂર્ણ સજ્જતા સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી હતી.હષેદભાઈ રીબડીયા તથા રીબડીયા પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો તેમજ વિસાવદર તાલુકાના વિવિધ વ્યવસ્થાપનો પોલીસ તથા કચેરીઓના સુવ્યવસ્થિત આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા અને કાયેરત અધિકારીઓનો આભાર માન્યો હતો.