કારમાં મહુવાના બે શખ્શો દારૂની 194 બોટલ લઈને બાયપાસથી નિકળે તે પહેલાં પોલીસે દબોચી લીધા
ઉના ના લામધાર ગામ ના પાટીયા પાસે બાયપાસ ના પુલ નજીક કાર મા બે શખ્શો દારૂ ભરી મહુવા જવા નિકળ્યા ની ચોક્કસ બાતમીના આધારે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણ સર્વલન્સ સ્કોડના ઇન્ચાર્જ એ.એસ.આઇ. શાંતિલાલ વેલાભાઇ તથા પો.હેડ. કોન્સ. ભાવસિંહ સુનિલભાઈ અનીલભાઇ, રવિન્દ્ર સિહ સહિત નાં સ્ટાફે વોચ ગોઠવી લામધાર ફાટક તરફ થી આવતી ઇકો કાર રોકાવી તલાસી લેતાં પાછળની સીટ પાછળ સંતાડેલ અંલગ અંલગ કંપની ની ઈંગ્લીશ દારૂ બોટલ 194 મળી આવતા પોલીસે કાર ચાલક નિખીલભાઇ જીતુ ભાઇ મકવાણા રહે,મહુવા (2) સીટ મા બેસેલ મહીલા કોમલબેન ડો/ઓ ચંદુભાઇ પાતાભાઇ સોલંકીનેવિદેશી દારૂની બોટલ નંગ-194 કિ.રૂ. 1,09,275/- મોબાઇલ નંગ-01 કિ.રૂ.10,000/ હેરાફેરીમા ઉપયોગ લીધેલ ઇકોકાર ૠઉં-06-ઉંખ-1161 કિ.રૂ.-1,00,000/- કુલ મુદામાલ કિ.રૂ. 2,19,275/- સાથે અટકાય કરી ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી છે