Jai Hind

ઉનાના મોઠામાં ક્ષત્રિય રાજપૂત સમાજનો 20મો સમૂહ લગ્ન સંપન્ન

14 યુગલોએ શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલા પાડ્યા

ઉના તાલુકાના મોઠા ગામે શ્રી સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા 20મા સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 14 યુગલોએ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના આગેવાનો,રાજકીય અગ્રણીઓ અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ યુવાનોને વ્યસનથી દૂર રહેવા, ધાર્મિકતા અને રાષ્ટ્રવાદની ભાવના જગાડવા માટે આહ્વાન કર્યું હતું.
તેમણે ભણતર પર ભાર મૂકીને સમાજના વધુમાં વધુ યુવાનો પોલીસ, આર્મી અને સરકારી નોકરીઓમાં જોડાય તેવી આશા વ્યક્ત કરી હતી. કુરિવાજોને દૂર કરીને સમાજને સંગઠિત કરવા અનેદીકરીઓનેભણાવી -ગણાવીને આત્મનિર્ભર બનાવવા માટે પણ પ્રેરણા આપવામાં આવી હતી. આજના આ લગ્નોત્સવમાં આશરે 10 હજાર જેટલા લોકોએ બપોરના સમયે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સમાજના યુવાનોએ આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે છેલ્લા પાંચેક દિવસથી તનતોડ મહેનત કરી હતી.