Jai Hind

વેરાવળ-શાપરની શિવ હોટેલ પરના સર્વિસ રોડ પર સીએનજી ઓટો રીક્ષા ભયજનક ખાડામાં પડતા પલ્ટી મારી

કોટડાસાંગાણી તાલુકાના વેરાવળ-શાપર ના નેશનલ હાઇવે સર્વિસ રોડ પર શિવ હોટેલ સામે એક વર્ષથી વધુ સમય થતા ગટરના ગંદા પાણી ભરાય રહેતા અકસ્માતોનો સિલસિલો યથાવત છે. આજરોજ સાંજના સુમારે એક ભક્ષલ ઓટો રીક્ષા વળાંક અને પાણી ભરાય રહેવાથી અહીંયા મસમોટો ભુવો પડી ગયેલ હોય જેમના કારણે વારંવાર અકસ્માતના બનાવો બને છે.સદનસીબે આં બનાવના અકસ્માત માં ચાલકનો ચમત્કારિક બચાવ થયેલ છે.આં જગ્યાએ અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય ચુક્યા હોય છે.વાહનો જયારે વળાંક લેશે ત્યારે પાણી ભરાય રહેવાથી અંડર મસ મોટો ખાડો દેખાય નહીં આવતા અને સાઈન બોર્ડ મુકવામાં નહીં આવતા અકસ્માતો સર્જાય છે.તંત્ર દ્વારા આં બાબતે કોઈ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા વાહચાલકો અને સ્થાનિકોમા ભારે રોશજોવા મળી રહ્યો છે.સદનસીબે ડ્રાંઇવર નો જીવ બચી ગ્યો છે. પરંતુ જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો ભવિષ્ય માં કોઈ મોટો અકસ્માત સર્જાય શકવાની ભીતિ છેવાય રહી છે.