ઉના તાલુકાના દેલવાડા ગામે રૂ. 24 લાખના ખર્ચે બનનાર “રેલવે સ્ટેશન તરફ જતા રોડ નું ઉનાના ધા રાસભ્ય કાળુભાઈ રાઠોડ ના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રોડ દેલવાડા દિવ ઝાંપા થી દિવ રોડ સુધી બનાવવામાં આવશે. રોડની લંબાઈ 700 મીટર જેટલી છે. અને આ રોડને ડામર થી ગેસકોટ અને સિલકોટ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉના તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઈ બાંભણીયા, કોળી સમાજના પટેલ અને જીલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ બાબુભાઈ બાંભણીયા, તાલુકા પંચાયતના સદસ્ય દેવશીભાઈ મકવાણા, દેલવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ શબ્બીર શા બાનવા, મુસ્લિમ સમાજના પ્રમુખ યુસુફ ભાઈ મામદાની, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ સતીકુંવર, દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાન ચીમનભાઈ માનવાની, દેલવાડા કોળી સમાજ ના યુવા આગેવાન રાહુલભાઈ બાંભણીયા, ચનુભાઈ બાંભણીયા, માવજીભાઈ વાઢેર, દેલવાડા પાન એસોસિએશનના રાકેશભાઈ બાંભણીયા, જહાંગીરભાઈ મલેક, મંજુરભાઈ મલેક, હુસેન ગુલાબ બાપુ, રફિકભાઈ બેલીમ હારુનભાઈ કુરેશી, અસલમ ભાઈ કુરેશી, હનીફભાઈ ઝાલોરી, જાવેદભાઈ ચૌહાણ, ઈસ્માઈલભાઈ મલેક તથા યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.