રાજ્ય ચૂંટણી આયોગે એક આખરી આદેશ દ્વારા અમરેલી જિલ્લા પંચાયત તેમજ ધારી અને સાવર કુંડલા તાલુકા પંચાયતોના મતદાર મંડળોની રચના તેમ રચના તેમજ અનામત બેઠકોની ફાળવણી અંગે આખરી આદેશ પ્રસિદ્ધ કર્યો છે.
અગાઉ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમરેલી જિલ્લા પંચાયતના મતદાર મંડળની રચના અને અનામત બેઠકોની ફાળવણી ગુજરાત પંચાયત અધિનિયમ-1993 અને તેના પ્રવર્તમામન નિયમોની જોગવાઈ મુજબ સને-2011ની વસતિ ગણતરીના આંકડા મુજબ વિકાસ કમિશ્નર, ગુજરાત રાજ્યના અધિકાર પરત્વે જિલ્લા પંચાયતના મતદાર મંડળોની (અનામત બેઠકો સહિતની સંખ્યા) નક્કી કરવામાં આવી છે.
આ આખરી આદેશ મુજબ અમરેલી જિલ્લા પંચાયતની કુલ બેઠકો 34 છે. જે પૈકી અનુસૂચિત જાતિની સ્ત્રી 1, સામાન્ય 2, અનુસૂચિત આદિજાતિની સ્ત્રી 1, સામાન્ય 0, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે સ્ત્રી 5, સામાન્ય 4 અને સામાન્ય સ્ત્રી માટે 10 અને બિન અનામત સામાન્ય 11 બેઠકોનો સમાવેશ થાય છે.
આ આદેશ મુજબ અમરેલી જિલ્લાની ધારી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી અનસુચિત જાતિ સ્ત્રી માટે 1, સામાન્ય 1, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે 0, સામાન્ય 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ સ્ત્રી 2, સામાન્ય 2, સામાન્ય સ્ત્રી 5, બિન અનામત સામાન્ય 4 બેઠકોનો સમાવેશ થાય છે.
આ આખરી આદેશ મુજબ અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી અનુસૂચિત જાતિ સ્ત્રી માટે 1, સામાન્ય 1, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી માટે 0, સામાન્ય 1, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ સ્ત્રી 3, સામાન્ય 3 અને સામાન્ય સ્ત્રી 7 અને બિન અનામત સામાન્ય 6 બેઠકોનો સમાવેશ થાય છે. આ આદેશની વિગતવાર માહિતી સંબંધિત કચેરીઓના નોટીસ બોર્ડ પર જોવા મળી શકશે.